રાજકોટ : SOG ટીમે એક શખ્સને મોબાઇલ ID ઉપર જુગાર રમતા ઝડપી લીધો

રાજકોટ શહેર S.O.G ઇન્ચાર્જ P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ અજયકુમાર શુક્લા અને રણછોડભાઈ આલને મળેલી બાતમી આધારે ભાનુભાઇ મિયાત્રા, કિશનભાઇ આહીર અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખીને મુંજકા ચોકડી પાસેથી વાવડી ખોડલ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા વિજય પાલાભાઇ ડાંગર નામના આહીર શખ્સને પોતાના ફોનમાં I.D ઉપર યુરોપિયન પ્રાઈમ લિવ નામની સિરીઝ ઉપર K.L.C અને બેરગામોની ટિમ વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા રંગે હાથ ઝડપી લઇ રોકડા,૬૨૪૦ કબ્જે કર્યા હતા. તેની પૂછતાછમાં મિતેષ લોહાણા નામના શખ્સ પાસેથી I.D લીધી હોવાનું જણાવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
