રાજપીપલા : સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવેલા ટેન્ટ સિટી મેનેજમેન્ટ તરફથી લગ્ન માટે પેકેજ

રાજપીપલા : સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવેલા ટેન્ટ સિટી મેનેજમેન્ટ તરફથી લગ્ન માટે પેકેજ
Spread the love
  • સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવેલા ટેન્ટ સીટીમાં હવે લગ્ન પ્રસંગ યોજી શકાશે
  • લૉકડાઉનને પગલે પ્રવાસન ઉદ્યોગ બંધ છે ત્યારે ટેન્ટ સીટીને મેનેજમેન્ટ તરફથી ખોટને સરભર કરવાનો પ્રયાસ

કોરોનાને પગલે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને પગલે તમામ ધંધા રોજગારો પર અસર પડી છે. જેમાં હાલ અનલોક 2.0માં ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે. જોકે, હજુ સુધી પ્રવાસન સ્થળો ખોલવાની સરકારે મંજૂરી આપી નથી. જેને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવેલા ટેન્ટ સિટી મેનેજમેન્ટ તરફથી લગ્ન માટે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે લોકો સરકારની ગાઇડલાઇન પ્રમાણે લગ્ન કરવા માટે ટેન્ટ સીટી ભાડે લઈ શકે છે. આ માટેની બધી વ્યવસ્થા ટેન્ટ સીટીના મેનેજમેન્ટ તરફથી કરવામાં આવશે.

છેલ્લા 3 મહિનાથી કરોડોના રોકાણ છતાં પ્રવાસીઓની ગેરહાજરીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આજુબાજુમાં આવેલા ટેન્ટ સીટી 1 અને 2, રમાડા હોટેલ સહિત તમામને મોટી ખોટ સહન કરવી પડી છે. ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાને પગલે સરકાર કોરોના પર કાબૂ મેળવવા મથી રહી છે. હજુ આગામી ત્રણ-ચાર મહિના પ્રવાસન સ્થળે ખુલે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.

જેના પગલે લલ્લુ એન્ડ સન્સ દ્વારા નિર્મિત ટેન્ટ સીટી 1 અને ટુરિઝમ ગુજરાત નિર્મિત ટેન્ટ સીટી 2 તરફથી હાલ વેડિંગ માટેના પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. સરકારની ગાઈડલાઈ પ્રમાણે 50 જેટલા સભ્યોની હાજરીમાં લગ્ન પ્રસંગને મંજૂરી મળી છે ત્યારે નર્મદા ટેન્ટ સિટીમાં હવે લગ્ન પ્રસંગોનું આયોજન કરીને ખોટને સરભર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ટેન્ટ સિટી 1 ખાતે એક લગ્ન પ્રસંગ માટેનું 2.50 લાખનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 50 લોકો માટે જરૂરિયાત પ્રમાણે ચા-નાસ્તો અને વેલકમ ડ્રીંક, આઈસક્રિમ સહિતની અનેક વેરાયટી સામેલ હશે. આ સાથે ડેકોરેશન પણ સુંદર રીતે કરવામાં આવશે. આ પેકેજમાં મિડલ કલાસ ફેમિલીને પણ પરવડે તેવો ભાવ હાલ મંદીના સમયમાં ટેન્ટ સિટી મેનેજમેન્ટ તરફથી રાખવામાં આવ્યો છે

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

IMG-20200709-WA0056.jpg

Right Click Disabled!