રાજપીપળા ખાતે માછી સમાજ દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ

રાજપીપળા ખાતે માછી સમાજ દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ
Spread the love
  • નાપાક હરકત કરનાર ચીનની સબક શીખવાડવાની કરી માંગ

રાજપીપળા ખાતે ભાથીજી મંદિર પાસે લીમડા ચોક ખાતે માંછી સમાજ દ્વારા સહિદ થયેલા ભારતીય જવાનોને મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.આ પ્રસંગે માછી સમાજના લોકોએ ચીની હરકત સામે રોષ વ્યક્ત કરી, ચીની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાના સંકલ્પ પણ લીધા હતા. રાજપીપળા લીમડા ચોક ખાતે માછી સમાજના યુવાનો, મહિલાઓ, વડીલોએ ભારતની ચીન બોર્ડર પર દેશના શહીદ થયેલા 20 વીરજવાનો સાથે ચીની સૈનિકોએ કરેલી બર્બરતાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. અને ભારતીય વીરશહીદ જવાનો પ્રત્યે તેમને તેમના પરિવારો પ્રતિ સંવેદના પ્રગટ કરી જવાનો માટે બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

છેલ્લા કેટલાક દિવસથી લદાખના ખીણમાં ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકોને દગાથી ઘેરીને ભારતના 20 પૈકી 16 સૈનિકોના શરીર પર કાંટાવાળા દંડા અને પથ્થરોથી હુમલો કરી ગંભીર ઇજા કરી બબરતાથી મોતને ઘાટ ઉતાર્યા હતા. તેની સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માછી સમાજના લોકો એ ચીનને સબક શીખવવા ચીનને બનાવટની તમામ ચીજ વસ્તુઓનો બહિષ્કાર પણ સૌને અનુરોધ કર્યો અને ભારત સરકારને ચીનને જડબાતોડ જવાબ આપવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજપીપળા જાયન્ટ ગ્રુપની સૃજા સહેલીની મહિલાઓએ પણ મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

IMG-20200620-WA0021.jpg

Right Click Disabled!