રાજપીપળા : ખેડૂતોની જમીનો છીનવવાના મુદ્દે આમ આદમી પાર્ટીના ધરણાનો કાર્યક્રમ પડતો મૂકાયો

રાજપીપળા : ખેડૂતોની જમીનો છીનવવાના મુદ્દે આમ આદમી પાર્ટીના ધરણાનો કાર્યક્રમ પડતો મૂકાયો
Spread the love
  • આમ આદમી પાર્ટીના પ્રમુખ સહીત ૩ આગેવાનોને નજરકેદ કર્યા બાદ આજે રાગબારા પોલીસે ડીટેન કર્યા
  • ગુજરાત પ્રદેશનાઆગેવાનો દ્વારા આજે રાજપીપળા ખાતે કલેટકરને આવેદન અપાયું
  • બંધારણના કાયદાઓ રદ કરવાની માંગણી કરી

એસઓયુકાનૂન ૨૦૧૯ ના વિરોધમાં અને ખેડૂતોની જમીનો છીનવવાના મુદ્દે તતયા આદિવાસીઓના બંધારણીય અધિકારીનો સંરક્ષણ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજપીપળા ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાવાનો હતો પણ કોરોનાના કારણ સંક્રમણની શક્યતાને કારણે પ્રાંત અધિકારીએ પરવાનગી ન મળતાધરણાનો કાર્યક્રમ પડતો મૂકાયો હતો જોકે ગઇકાલે જ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કીરણવસાવાને તેમના ઘરે નજરકેદ કર્યા બાદ મોડી રાત્રે સાગબારા પ્રમુખ ડો.કીરણ વસાવા,તાલુકા પ્રમુખ યોગેશ વલવી, તથા ટાવલ ગામના કાર્યકર ગુમાનવસાવાને સાગબારા પોલીસે મોડી રાત્રે ડીટેન કર્યા હતા.

જોકે આજે રાજપીપળા ખાતે ગુજરત પ્રદેશ અધ્યક્ષ કિશોર દેસાઇ, ઉપાધ્યક્ષ ભીમાભાઇ ચૌધરીની ઉપસ્થિતીમાં કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા એસઓયુ કાનૂન ૨૦૧૯ના વિરોધમાં અને ખેડૂતોની જમીનો છીનવવાના સરકારના બદ ઈરાદાઓ અને આદીવાસીઓના બંધારણીય અધિકારીઓના સંરક્ષણ માટે ની માંગ કરી હતી.અને સ્ટેગ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન અધિનીયમ ૨૦૧૯ ના વિરોધ કર્યો હતો. અને આ બંધારણના કાયદાઓ રદ કરવાની માંગણી કરી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

IMG-20200716-WA0043.jpg

Right Click Disabled!