રાજપીપળા : જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ભૂરા રંગના ગૃહ વપરાશ માટેના છુટક કેરોસીનનાં વેચાણનાં નવા ભાવ જાહેર કરાયા

Spread the love

જાહેર વિતરણ યોજના હેઠળના કેરોસીનના વિવિધ ચાર્જીસમાં થયેલ ફેરફારને અનુલક્ષીને નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીને મળેલી સત્તાની રૂએ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ગૃહ વપરાશ હેઠળના કેરોસીનના છુટક કેરોસીનના ભાવમાં વધારો કરીને તા. ૧૬ મી જુન, ૨૦૨૦ ની અસરથી નર્મદા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં છુટક કેરોસીનના વેંચાણના નવા ભાવો નિયત કરાયાં છે.

કેરોસીનના એક લીટરના છુટક વેચાણના નિયત થયેલા ભાવ મુજબ હવે નાંદોદ તાલુકા માટે રૂા. ૧૬.૮૨, ગરૂડેશ્વર તાલુકા માટે રૂા. ૧૬.૮૨, દેડીયાપાડા તાલુકા માટે રૂા. ૧૭.૩૦, સાગબારા તાલુકા માટે રૂા. ૧૭.૫૦ અને તિલકવાડા તાલુકા માટે રૂા. 17.15 મુજબનો છુટક વેચાણ ભાવ રહેશે. ઉપર જણાવ્યા મુજબના ભાવો ગુરૂત્તમ હોઇ, કોઇપણ એજન્ટ/ છુટક વિક્રેતા/ ફેરીયા તેનાથી વધુ ભાવ લઇ શકશે નહિ. આ નિયત કરાયેલા ભાવો કરતા વધુ ભાવો લેતા હોવાનું જણાશે તો તેમની સામે આ હુકમના ભંગ બદલ કાયદેસરના પગલા લેવામાં આવશે તેમ જણાવાયું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Right Click Disabled!