રાજપીપળા : જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધિકારી સહિત 27 જણા ક્વોરન્ટાઇન

રાજપીપળા : જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધિકારી સહિત 27 જણા ક્વોરન્ટાઇન
Spread the love
  • રાજપીપલાના બજારો , દુકાનોમા છેડેચોક જાહેરના મા નો ખુલ્લેઆમ ભંગ
  • ડીઆરડીએ કચેરી બંધ કરાતા નરેગા સહિતના કામો અટવાઇ ગયા, સંપૂર્ણ કચેરી બંધ કરી દેવાઈ !
  • હવે સરકારી કચેરીઓમા ખુદ કર્મચારીઓ જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોવાથી સંક્રમણનુ જોખમવધ્યુ.
  • દુકાનોમા સામાજિક અંતર ના સર્કલો ભૂંસાઈ પણ ગયાઅને સર્કલોમા અંતર જાળવવાનુ પણ ભુલાઈ ગયુ છે !

નર્મદા જિલ્લામાં એક પછી એક કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત ભવનના ડીઆરડીએ વિભાગના ચિટનીશ રાજદીપ રાણા કોરોના પોઝિટિવ આવતા ડીઆરડીએ વિભાગ બંધ કરાયો છે.નર્મદા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધિકારી સહિત 27 કર્મચારીઓકામ કરતા હોઈ તમામ ને હોમ કવોરંટાઇન કરી દેવાયા છે.જેને કારણેહવે આ કર્મચારીઓ કચેરીએ આવી શકતા હોવાથી હાલ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીની સંપૂર્ણ કચેરી બંધ કરી દેવાતા કચેરીને તાળામારવાની ફરજ પડી છે. જેને કારણે આ કચેરીની કામગીરી ઠપ્પ થઈ જતા ખાસ કરીને નરેગા સહિતના કામો અટવાયા છે.

જિલ્લા વહીવટીતંત્ર સ્થિતિ સુધારવા ઘણો પ્રયત્ન કરી રહ્યું છે. પણ હવે સરકારી કચેરીના કર્મચારીઓ ખુદ બેદરકાર બની ગયા હોવાથી કર્મચારીઓ ખુદ માસ્ક પહેરતા ન હોવાથી જિલ્લા કલેકટર જાતે માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ રાખવા જણાવ્યુ છે છતા કલેકટર ના આદેશને પણ ઘોળીને પી જતા કર્મચારીઓ સામે કડક પગલા લેવાની ફરજ પડતાપ્રાંત અધિકારી અનેનર્મદા પોલીસની ટીમે રાજપીપલાની વિવિધ કચેરીઓમા સઘન ચેકિંગ કરી માસ્કપહેર્યા વગર કામ કરતા 60જેટલા સરકારી બાબુઓને ઝડપી પાડી દંડ ફટકાર્યો હતો.

રાજપીપલામા દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધતા જતા ચિંતાનો માહોલ બન્યો છે. એક તરફ નગરના વેઓરીઓકોરોના સંક્રમણને અટકાવવા બપોર પછી બજારો બંધ કર્યા છે પણ સવારે બજારો અને દુકાનોમાં હક્ડેઠઠ ભીડ જામી રહી છે દુકાનો મા સામાજિક અંતર ના સર્કલો ભૂંસાઈ પણ ગયા છે સર્કલોમા અંતર જાળવવાનુ પણ ભુલાઈ ગયુ છે .મોટા ભાગ ના લોકો સોશિયલ ડિસ્ટન્સ વગર દુકાનોમા ઘૂસી જાય છે.

વેપારીઓ પણ કાળજી નથી રાખતા તેથી નગરમા રોજ કોરોના ના કેસો વધી રહ્યા છે નગરપાલિકા પણ સઘન ચેકિંગ કરવાનુ વિસરી ગઈ છે જેને કારણે નર્મદામા કોરોનાના કેસો વધતા જઇ રહ્યા છે. પણ એની સામે આમ જનતા પણ સરકારના જાહેરનામાને નજર અંદાજ કરી રહ્યું છે.એ જ કારણે નર્મદા જિલ્લામાં કોરોનાના લોકલ સંક્રમણ વધી રહ્યું છે.જે ખરેખર આવનારા સમય માટે ખતરાની ઘંટી સમાન છે.જો લોકો નહીં સુધરે તો નર્મદા જિલ્લામાં સુરત વાળી થતા વાર નહિ લાગે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

IMG-20200716-WA0047.jpg

Right Click Disabled!