રાજપીપળા : દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યએ ગુજરાત પેટન યોજના વર્ષ 2018 -19 ના આયોજન બાબતે પત્ર લખ્યો

Spread the love
  • સોલર બેટરી તેમજ ટોર્ચ આપવાની યોજના તાત્કાલિક રદ કરી સિંચાઈ સાધનો આપવાની માંગ કરી
  • અંગ કશરત સાધનો આપવાનું આયોજન રદ કરી પ્રાથમિક શાળામાં ખૂટતા ઓરડા આપવાની માંગ કરાઈ

દેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય મોતીલાલ.પી.વસાવાએ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ ને ગુજરાત પેટન યોજના વર્ષ 2018 -19 ના થયેલા આયોજન ફેરફાર કરવા બાબતે પત્ર લખ્યો. જેમાં જણાવ્યું છે કે ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2018- 19 અને વર્ષ 2017- 18 માં કૃષિ વ્યવસ્થામાં ખેડૂતોને સિંચાઈ માટે બોર મોટર ડીઝલ એન્જિન અને પોર્ટેબલ પંપ સેટ આપવાનું આયોજન થયેલું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી આ કામો ની જગ્યાએ ઇકોફ્રેન્ડલી સોલર બેટરી તેમજ ટોર્ચ આપવા માટે આખા જીલ્લા માં રૂપિયા બે કરોડ જેટલું આયોજન કરેલ છે, તે તાત્કાલિક રદ કરી સિંચાઇના સાધનો આપવામાં આવે છે જેથી ખેડૂતો સિંચાઈ આધારિત ખેતી કરી શકે.

સામાન્ય શિક્ષણમાં જિલ્લામાં કસરતના સાધનો આપવાનું આયોજન કરેલ છે, જે રદ કરી પ્રાથમિક શાળાઓમાં ખૂટતા ઓરડા આપવાની જરૂર છે. હજુ જિલ્લામાં એક જ ઓરડામાં ધોરણ-1 થી5 સુધીના વર્ગો ચાલે છે. તેમજ તબીબી તેમજ જાહેર આરોગ્ય માટે સ્વચ્છતા કિડ, ડિસ્ટબીન વિનંતી તેમજ તેરાફીન પાણીની ટાંકી વગેરેનું આયોજન રદ કરી, સિલકતસેલ તેમજ કુપોષણ માટેના દવા આહાર મળી રહે તેવું આયોજન કરવું. તેમજ મધ્યાહન ભોજન યોજના જેમાં જીઆરપી તેરાફિલ ટેક આપવાનું જે આયોજન કરેલ છે, તે રદ કરી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુપોષણ માટે ઉત્તમ આહાર મળી રહે તેવું આયોજન કરવા રજૂઆત કરાઈ છે. આ સૂચનાને માં ધ્યાનમાં રાખી આયોજનમાં ફેરફાર કરવાની રજૂઆત કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Right Click Disabled!