રાજપીપળા : નાંદોદના અણીજરા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમા ફફડાટ

રાજપીપળા : નાંદોદના અણીજરા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમા ફફડાટ
Spread the love

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા અણીજરા ગામે કપાસના એક ખેતરમાં દીપડો દેખા દેતાગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે . ગામલોકો નુ કહેવુ છે કે અમારા ગામમાં અવાર નવાર દીપડો આવે છેએનાથી ગ્રામજનોમા ભયનો માહોલ છે. આ દીપડો ઇજાગ્રસ્ત થયો હોય એવી હાલતમા ગામના ખેતરના એક છેડા પર બેભાન જેવીસુસ્ત અવસ્થામાં પડી રહેલો જોવામળ્યો હતો.જેથી ગ્રામજનોએ આ બાબતે વન વિભાગને જાણ કરી હોવાનુ ગ્રામજનોનુ કહેવુ છે.
હકીકતમા એ દીપડો છે કે બીજુ કોઈ પ્રાણી છે તેની ચકાસણી વન વિભાગ કરે એવી ગ્રામ જનોની માંગ છે. લોકો એની નજીક જતા ડરતા હોવાનું ગ્રામજનો જણાવે છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ (રાજપીપલા)

IMG-20200715-WA0053.jpg

Right Click Disabled!