રાજપીપળા : મહિલાએ પોતાના ઘરે ઓઢણીનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

રાજપીપળા : મહિલાએ પોતાના ઘરે ઓઢણીનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
Spread the love
  • છેલ્લા એક વર્ષથી પત્નીને મારઝુડ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.
  • સાસરિયાના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરવા મજબૂર કર્યાનો આક્ષેપ સાથે પતિ અને સાસુ સામે ફરિયાદ.

રાજપીપળા ખાતે સબજેલ પાછળના વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના ઘરે ઓઢણીનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.આ બનાવની વિગતો મુજબ મરનાર કૌશરબાનું વસીમખાન મન્સૂરીખાન પઠાન એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર લાકડાની પાટડીમાં આવેલી લોખંડ હુકમાં ઓઢણીનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.આ અંગે રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આત્મહત્યા માટે મરનાર કૌશરબાનુના પતિ અને સાસુ દ્વારા અવારનવાર મારઝુડ કરી શારીરિક તેમ જ માનસિક ત્રાસ આપતા હોય સાસરિયાના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરવા મજબૂર કર્યાનો આક્ષેપ મરનારના પતિ અને સાસરિયા સાસુ સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી ગુલામ મુસ્તફા અકબરભાઈ શેખ (રહે, નૂરાની આજવા રોડ વડોદરા) આરોપી વસીમખાન મન્સૂરખાન પઠાણ, રુકસાનાબાનું મન્સૂરખાન પઠાણ બંને (રહે, સબ જેલ પાછળ, રાજપીપળા) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ ફરિયાદી ગુલામ મુસ્તફા ની દીકરી મરનાર કૌશરબાનું ના આરોપી વસીમખાન પતિ થતા હોય તેમ જ રુકસાનાબાનું સાસુ થતા હોય પતિ અને સાસુ દ્વારા કૌશરબાનું ને છેલ્લા એક વર્ષથી તેનો પતિ વસીમખાન દ્વારા અવારનવાર મારઝુડ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોય, તેમજ રુકસાનાબાનું વસીમ ખાન નો ઉપરાણું લઇ કોઈ ને કોઈ બહાના હેઠળ અવારનવાર શારીરિક તેમ જ માનસિક ત્રાસ આપતા હતા. કૌશરબાનું આ ત્રાસ સહન નહીં થતા જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરતાં તેને ઓઢણીથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી દુષ્પ્રેરણ આચરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200620-WA0033.jpg

Right Click Disabled!