રાજપીપળા હરસિદ્ધિમાતા મંદિર પરિસરની પાછળ તળાવનું બ્યુટીફીકેશન કરાયું

રાજપીપળા હરસિદ્ધિમાતા મંદિર પરિસરની પાછળ તળાવનું બ્યુટીફીકેશન કરાયું
Spread the love
  • પ્રવાસીઓ માટે હરવાફરવાનું અને દર્શન કરવા માટેનું ઉત્તમ સ્થળ બની રહેશે
  • ગુજરાત યાત્રા વિકાસ બોર્ડ દ્વારા ૪ કરોડના ખર્ચે હરસિદ્ધિમાતા મંદિર પરિસરને યાત્રાધામ તરીકે વિકસાવવાની કવાયત
  • ભક્તો અને પ્રવાસીઓ માટે તળાવની ચારે બાજુ મોર્નીગવોક પાથ. તેમજ સિનીયર સીટીઝન માટે સુંદર ગાર્ડન, બેસવા માટેના બાંકડા. ગાર્ડનમાં ચાર ગજીબા (છત્રી) આકર્ષક ઝુંપડી અને અંદર બેસવાની વ્યવસ્થા તથા લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે

રિયાસતી રાજવી નગર રાજપીપળા સ્ટેટના રાજવી પરિવારની કૂળદેવી અને લાખો ભક્તોની આરાધ્યદેવી હરસિધ્ધિમાતા મંદિર પરિસર અને તેની
આજુબાજુના પરિસરને યાત્રાધામ તરીકે વિકસાવામાં આવી રહયુ છે.જેમાગુજરાત યાત્રા વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ૪ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જેની
ગ્રાંટ નર્મદા કલેકટરને હવાલે અપાઈ છે . અને કલેકટરની નિગરાની હેઠળ આ કામગીરી શરુ કરવામા આવી છે. આ અંગે હરસિધ્ધી દેવસ્થા કમીટીના મંત્રીઆરપી સોલંકીએ વિશેષ માહીતી આપતા જણાવ્યુ હતુ કે જેમા મંદિરની પાછળના ૫ હજાર ચોરસ ફૂટ વિસ્તારને ભક્તો અને પ્રવાસીઓ માટે તળાવની
ચારે બાજુ મોર્નીગવોક પાથ તેમજ સિનીયર સીટીઝન માટે સુંદર ગાર્ડન, બેસવા માટેના બાંકડા મૂકાશે. હાલ આ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. સામે ગાર્ડનમાં ચાર ગજબા (છત્રી આક્રર્ષક ઝુંપડી અને અંદર બેસવાની વ્યવસ્થા તથા લાઈટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

તળાવની વચ્ચે રાજાનીજ્યા જૂની ગાદી હતી તે જગ્યાએ આકર્ષક ગુંબજ બનાવાયુ છે. ત્યા આકર્ષકલાઈટીંગ લગાવામાં આવી રહી છે.મોર્નીગવોક માટે નીચે ચારે બાજુ રાજસ્થાની પથ્થરો લગાવવામાં આવ્યા છે. ૮ ફૂટના લાઈટીંગના થાંભલા લગાવ્યા છે . રાજસ્થાની કારીગરોને કામે લગાડયા છે. ફરવાની જગ્યાએ હરિયાળી લોન અને આજબાજુમા વૃક્ષો લગાડવામાં આવશે. બહાર મેઈન ગેટ અને સીક્યોરીટી અને ઇલેક્ટટ્રીક કેબીન બનાવવામા આવી છે.
જ્યારે મેનેજર પીએમ પટેલે જણાવ્યુ હતુ કે આ તળાવ સરકારની ગાઈડ લાઇન મુજબ તળાવમા તળીયે પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું જમીનમાં પાણી
પચે એ રીતે તળાવ કુદરતી રીતે રિચાર્જ થાય એ રીતે તળાવનું પાણી ચોખ્ખ રહે અને દુર્ગન્ધ મારે નહી એ રીતનુ આકર્ષક તળાવ બનાવાઈ રહયુ છે.

અહી તળાવમાં પહેલા જે ગટરનું ગંદુ પાણી વહેતુ હતુ તેને બંધ કરવામાં આવ્યું છે આમ પ્રવાસીઓ માટે આ એક હરવાફરવાનું અને દર્શન કરવા માટેનું ઉત્તમ સ્થળ બની રહેશે. હાલ આ કામ યુદ્ધના ધોરણેચાલી રહ્યુ છે. મંદિર પરિસરની બાજુમા જ્યાંનવરાત્રી ચગડોળ સાથે મેળો લાગતો હતો ત્યા ર૦ હજાર ચોરસફૂટ જગ્યામાપાર્ટી પ્લોટ બનાવાઈ રહયો છે. આ અંગે કોન્ટ્રાક્ટર મહેશ જાનીએ વધુ માહીતી આપતા જણાવ્યુ હતુ કે લગ્ન માટે આકર્ષક આધુનિક સુવિધાવાળુ પાર્ટી પ્લોટમાં રિસેપ્શન સેન્ટર વર કન્યા માટેનાબે અલગ બ્રાઈડલરૂમ, વચ્ચે સ્ટેજ આધુનિક ટોઇલેટ બ્લોક અધ્યતન રસોડું સહીત સુંદર પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જ્યારે હરસિધ્ધિ મંદીર પર્રિસરમાં નવા આવવા જવાના નાવ રસ્તા સાથે રંગીનપથ્થરો જડવામાં આવ્યા છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ (રાજપીપલા)

IMG-20200715-WA0049.jpg

Right Click Disabled!