રાજય સરકારના જેલ વિભાગ દ્વારા આયોજિત ડી.જી.(પ્રિજન) ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૦નું સમાપન

રાજય સરકારના જેલ વિભાગ દ્વારા આયોજિત ડી.જી.(પ્રિજન) ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૦નું સમાપન
Spread the love

અમદાવાદ ઝોનને હરાવી સુરત ઝોન બન્યું વિજેતા જેલ વિભાગ દ્વારા પ્રથમવાર આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એડિશનલ ડી.જી.પી.
શ્રી રાવે ઉપસ્થિત રહી અધિકારી-કર્મચારીઓને કર્યા પ્રોત્સાહિત

વડોદરા,
રાજય સરકારના જેલ વિભાગ દ્વારા અધિકારી-કર્મચારી વચ્ચે પરસ્પર સદભાવ કેળવાઈ અને રમતગમતને પ્રોત્સાહન મળે તેવા આશયથી ડી. જી. (પ્રિજન) ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતુ. વડોદરાના લાલબાગ ખાતેના એસ.આર.પી. ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલ મેચમાં અમદાવાદ ઝોનને હરાવી સુરત ઝોન વિજેતા બન્યું હતુ. મહત્વનું છે કે, જેલ વિભાગ દ્વારા પ્રથમવાર આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ડી.જી.(પ્રિજન) ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૦માં વડોદરા, રાજકોટ, અમદાવાદ અને સુરત ઝોનની ટીમ ઉપરાંત ડી. જી. કચેરી (જેલ) અને જેલ સ્ટાફ તાલીમ શાળાની ટીમ મળી કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. તા.૦૭-૦૨-૨૦૨૦ના રોજ પ્રારંભ થયેલી આ ટુર્નામેન્ટની ફાઈનલમાં અમદાવાદ અને સુરત ઝોન વચ્ચે ટક્કર થઈ હતી. જેમા સુરત ઝોન અમદાવાદ ઝોનને હરાવી વિજેતા બન્યું હતુ.
જેલ વિભાગ દ્વારા પ્રથમવાર આયોજિત આ ટુર્નામેન્ટમાં અધિકરી-કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા અડિશનલ ડી.જી.પી. (જેલ) શ્રી રાવે ઉપસ્થિત રહી વિજેતા અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને ઈનામ-ટ્રોફીનુ વિતરણ કર્યુ હતુ. સાથે જ શ્રી રાવે ટૂર્નામેન્ટના આયોજનમાં યોગદાન આપનાર જેલ અધિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી બી.સી. વાઘેલા, લાજપોર સેન્ટ્રલ જેલના અધિક્ષક શ્રી મનોજ નીનામા સહિત જેલ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Right Click Disabled!