રાજસ્થાન: વાન અને ટ્રેલર વચ્ચે ટક્કર, સાત લોકોના મોત

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં શનિવાર રાત્રે એક મોટી દૂર્ઘટના થઇ હતી. અહી એક વાન ટ્રેલર સાથે ટકરાયા બાદ સાત લોકોના મોત થયા હતા. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યુ કે પીડિત કોટાથી ભીલવાડા જઇ રહ્યા હતા આ દરમિયાન કેસરપુરા પાસે દુર્ઘટના થઇ હતી. જાણકારી અનુસાર, કોટા ફોરલેન માર્ગ સ્થિત આરોલી ટોલ નાકા વિસ્તારમાં કેસરપુરા વળાંક પાસે ટ્રેલરની ટક્કર બાદ વાનના ટુકડા થઇ ગયા હતા અને આગ લાગી હતી. દૂર્ઘટનામાં વાનમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા.
મૃતકોમાં છ બીગોડ વિસ્તારના સિંગોલી શ્યામના રહેવાસી છે જ્યારે એક સલાવટિયાનો છે. દૂર્ઘટના બાદ હાઇવે પર અફરા તફરી મચી ગઇ હતી અને એક કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. બિજૌલિયા પોલીસે ઘટનાસ્થળે પહોચીને મૃતદેહને બહાર કાઢ્યા હતા અને રસ્તાને ખોલવામાં આવ્યો હતો. મૃતકોની ઓળખ ઉમેશ (40), મુકેશ (23), જમના (45), અમર ચંદ (32), રાજૂ (21), રાધેશ્યામ (56) અને શિવલાલ (40)ના રૂપમાં થઇ છે. પોલીસે જણાવ્યુ કે શબોને પોસ્ટ મોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે અને પોસ્ટ મોર્ટમ બાદ પરિવારના સભ્યોને સોપી દેવામાં આવશે.
રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)
