રાજુલાની ધારનાથ સોસાયટીમાં 2 રોડના કામ 1 મહિનાથી અધૂરા મુકવામાં આવતા મહિલાઓ ત્રાહિમામ

- રાજુલાની ધારનાથ સોસાયટીમાં 2 રોડના કામ 1 મહિનાથી અધૂરા મુકવામાં આવતા મહિલાઓ ત્રાહિમામ
- મહિલા આગેવાન તેમજ આગેવાનો દ્વારા કલેકટર ને રજુઆત
રાજુલા શહેરમાં હાલમાં વિવિધ સોસાયટીઓમાં નવા-નવા રસ્તાઓ બની રહ્યા છે નગરપાલિકા દ્વારા આ રસ્તાનું કામ મંદ ગતિએ ચાલતા અને ગોકળગાયની ગતિએ ચાલતા હાલમાં રહેવાસીઓમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ બાબતે આગેવાનો દ્વારા પ્રાંત કલેકટર અને જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. નવા મળતી વિગત મુજબ રાજુલા ની ધારા સોસાયટી માં ના મંદિર પાસે કોહિનૂર સુધીનો એક નવો રસ્તો બની રહ્યો છે ઉપરાંત તેની પાછળનો પણ એક રસ્તો બની રહ્યો છે આ બે રસ્તા છેલ્લા દોઢ મહિના ઉપરના સમયથી ખોદી અને મૂકી દેવામાં આવતા અહીં પસાર થતા રાહદારીઓ નાના વાહન ચાલકો મહિલાઓ અને ખાસ કરીને મંદિરે જતા ભક્તજનોને ભારે હાલાકી પડી રહી છે તેમ જ કોઈ પણ મહિલાઓને ડીલેવરી સમયે એમ્બ્યુલસ લાવી પણ અહીં આખરી પડી રહી છે.
આ બાબતે અવાર-નવાર રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા હાલમાં બંને રોડ અધૂરા મૂકવામાં આવ્યા છે અને ચારે તરફ પાણી ભરેલા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને આજે રસ્તા અધુરા છે તે રસ્તા ખુદ નગર પાલિકા પ્રમુખના મતવિસ્તારમાં આવે છે તેમ છતાં આ રસ્તાઓ કરવામાં આવતા નથી અને ચારે તરફ ગંદકીનું સામ્રાજય જોવા મળે છે ત્યારે આ કોરોનાની મહામારી vache અન્ય રોગ ડેન્ગ્યુ જેવા માથું ઊચકશે તો જવાબદાર કોણ તેવો વેધક સવાલ આ વિસ્તારના રહીશોમાં ઉઠવા પામ્યો. આ બાબતે રાજુલા ની ધારનાથ સોસાયટીમાં રહેતા મહિલા આગેવાન ભાવનાબેન બાંભણિયા ભાજપના આગેવાન કનુભાઈ ધાખડા વાળા તેમજ યુવા ભાજપના અગ્રણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ દાખલા સહિતના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આગળ અધૂરા મુકતા નગર પાલિકા નિષ્ફળ વહીવટ સામે આગામી સમયમાં જ આ બંને રસ્તા બનાવવામાં આવ્યા તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)
