રાજુલા : નાયબ મામલતદાર દિવ્યેશ વરૂની દબંગગીરી અટકાવવા કલેકટરને રજુઆત

રાજુલા : નાયબ મામલતદાર દિવ્યેશ વરૂની દબંગગીરી અટકાવવા કલેકટરને રજુઆત
Spread the love
  • તાલુકા યુવા ભાજપ અને સરપંચ દ્વારા કલેકટર ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી…

રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયા ના ખર્ચ કરી વિકાસ લક્ષી યોજનો બહાર પડાય છે પરંતુ અધિકારી ઓ આળસુ અને અણ આવડત ના કારણે ગામડા ઓ સુધી પોહચી નથી તેવા સમયે ગ્રામીણ વિસ્તાર ના પછાત અને અભણ ખેડૂતો અરજદારો સામે અધિકારી ઓ એ દબંગાય ગિરી શરૂ કરતા ગ્રામ્ય વિસ્તાર મા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે અહીં રાજુલા ATVT મા ફરજ બજાવતા નાયબ મામલતદાર દિવ્યેશ વરૂ વિરુદ્ધ ગંભીર પ્રકાર ની ફરિયાદ ઉઠતા વહીવટી તંત્ર મા ખળભળાટ મચી ગયો છે અહી છતડીયા ગામ ના અરજદારો કચેરી મા ગયા હતા નાયબ મામલતદાર દિવ્યેશ વરૂ એ દબંગગાઈ ભર્યું વર્તન કરતા ગ્રામજનો મા રોષ જોવા મળ્યો હતો અહીં અરજદારો ના જણાવ્યા પ્રમાણે અહીં પોતાની મસ્તી મા અધિકારી હતા.

જેથી અરજદાર ને ચપટી વગાડી બહાર કઢાયા હતા અને અરજદારો દ્વારા તો ગંભીર પ્રકાર ના આક્ષેપો કર્યા હતા અને ત્યાર બાદ અહીં ના લોકો એ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અને સરપંચ વિરભદ્રભાઈ ડાભીયા ને રજુઆત કરતા સરપંચ વિરભદ્રભાઈ ડાભીયા પણ ચોંકી ઉઠ્યા હતા ત્યાર બાદ નાયબ મામલતદાર દિવ્યેશ વરૂ ને રજુઆત કરી કલેકટર ને રજુઆત કરવા ની વાત કરતા નાયબ મામલતદાર દિવ્યેશ વરૂ સાથે વાતચીત કરતા કહ્યું કલેકટર શુ પી.એમ હોય તો પણ મારે ફરક નથી પડતો આ પ્રકાર ની દબંગગીરી ના કારણે સમગ્ર છતડીયા ગામ લોકો મા ભમુકતો રોષ ફાટી નીકળ્યો અને નાયબ મામલતદાર ને જીલા બહાર બદલી કરવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરાય અને સરપંચ વિરભદ્રભાઈ ડાભીયા દ્વારા કલેકટર ને પત્ર મારફત લેખીત રજુઆત કરાય છે…

અભણ અરજદાર ને ધમકાવ્યા
સરપંચ વીરભદ્રભાઈ ડાભીયા નો ટેલિફોનિક સંપર્ક કરતા કહ્યું મારા ગામ ના સામાન્ય અરજદાર સાથે નાયબ મામલતદાર કક્ષા ના અધિકારી આવુ વર્તન કરે તે શોભે નહિ દબંગ ગીરી પણ કરી છે મે આજે જીલા કલેકટર, સહિત મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે જરૂર પડશે તો અરજદારો સાથે મુખ્યમંત્રી ને રૂબરૂ મળી ને રજુઆત કરાશે સામાન્ય માણસો ના કામ નહીં થાય તે નહિ ચલાવી લેવાઈ…

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200808-WA0010-2.jpg IMG-20200808-WA0008-1.jpg IMG-20200808-WA0009-0.jpg

Right Click Disabled!