રાજુ શેખવા પાસેથી મળી અધધ મિલકત

રાજુ શેખવા પાસેથી મળી અધધ મિલકત
Spread the love

અમરેલી સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગાર એવા રાજેન્દ્ર શેખવા ઉર્ફે રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોંધાઈ છે. લાંચ રુશવત બ્યુરોએ અપ્રમાણસર મિલ્કત ની ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે રાજુ શેખવા પર ત્રણ ત્રણ હત્યાના ગુના નોંધાયેલ છે. ગુજરાત એસીબીએ કુખ્યાત રાજુ શેખવા પર અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. અત્યારનો કુખ્યાત ગુનેગાર રાજુ શેખવા ગુનાહ કર્યા એ પહેલાં અમરેલીના લીલીયામાં મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે એ ફરજ બજાવતો હતો.

કુખ્યાત રાજુ શેખવા મૂળ અમરેલી જિલ્લાનો વાતની હોવાથી અમરેલી જિલ્લાના એસપી નિર્લિપ્ત રાયે એસીબીને એક રિપોર્ટ કર્યો હતો. જે રિપોર્ટમાં રાજુ શેખવાની મિલ્કત અંગે તપાસ કરવામાં આવે ત્યારે એસીબી ગુજરાતે તપાસ હાથ ધરી હતી. જેમાં 93 લાખ 41 હજારની આવક કરતા વધુ મિલ્કત મળી આવી હતી. આ મિલ્કતમાં જમીન મકાન વાહન અને અન્ય સાધનોનો સમાવેશ થઇ રહ્યો છે જેને લઈ ને અપ્રમાણસરની મિલ્કતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સૌરાષ્ટ્રના કુખ્યાત મનાતા એવા રાજુ શેખવા હાલ સુરેશ શાહ હત્યા કેસમાં જેલના સળિયા પાછળ છે ત્યારે પોલીસ સૂત્રોની વાત માનીએ તો રાજુ શેખવા ઉંચા ગજાના રાજકીય નેતા અને અધિકારીઓ સાથે ખાસ સબંધો ધરાવે છે. સ્થાનિક સૂત્રોના જણવ્યા અનુસાર રાજુ શેખવાનો આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં એટલો ખૌફ છે કે મોટા વેપારી અને બિલ્ડરો પણ નામ લેવાથી પણ ડરતા હોય છે. રાજુ શેખવા પર હત્યા ખંડણી અપહરણ હથિયાર સહીત મારામારીના અસંખ્ય ગુના અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

RAJU-SHEKHVA-03.jpg

Right Click Disabled!