રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર તમામ મોટા દેવસ્થાનો ૩૧ માર્ચ સુધી બંધ

Spread the love

ગાંધીનગર,
ઇતિહાસમાં પ્રથમવાર કોરોના વાયરસના પગલે અંબાજી મંદિર બંધ કરવાનો વહીવટી તંત્રે નિર્ણય લીધો છે. અંબાજી મંદિર એકાવન શકિતપીઠો પૈકીનું એક મહત્વનું સ્થાન છે. અહીં ભાદરવી મહા કુંભમાં ૨૫થી ૩૫ લાખ લોકો ચાલતા આવે છે. જેમાં સપ્તદિવસીય મહાકુંભનો પુનમીયા મેળો વિશ્વ ફલક પરસહુથી મોટા ધાર્મિક ઉત્સવ તરીકે નામાંકિત છે. સપ્તદિવસીય આ મહાકુંભમાં વિવિધ પુનમીયા સંઘો અને પદયાત્રીઓ દૂરદૂરથી આવી પોતાની કઠિન યાત્રા અહીં પુરી કરી ધન્યતા અનુભવે છે. અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં ચેત્રી નવરાત્રી, આષો નવરાત્રી, મહિનાની પૂનમ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોમાં પણ લાખો યાત્રિકો નિજ મંદિરમાં દર્શનાર્થે આવે છે.

ત્યારે સૌ પ્રથમવાર અંબાજી મંદિરમાં આવતા યાત્રિકોની સુરક્ષા અને સાવચેતીની ન્યાયિક ચિંતા સરકારે કરી છે. હાલ કોરોના વાઇરસ તેના બીજા પડાવમાં છે. આ જીવલેણ વાઇરસ ભીડભાડમાં વધુ લોકોમાં પ્રસરતો હોઈ, અહીં આવતા યાત્રિકોની આ મામલે ચિંતા કરી જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન સંદીપ સાગલેએ સરકાર સાથે સંકલન કરી, સરકારની સૂચનાએ આવતીકાલથી અંબાજી મંદિર બંધ કરવાનો “જાહેરહિત”નો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જાકે મંદિરમાં આરતી અને પૂજા ચાલુ રહેશે..

આજથી રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર તમામ મોટા દેવસ્થાનો આગામી ૩૧મી માર્ચ સુધી બંધ રહેશે. રાજ્યમાં ૩૧મી માર્ચ સુધી બંધ રહેનારા આ મંદિરોમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, અક્ષરધામ, ચોટીલા સહિતનાં તમામ મોટા મંદિરોનો સમાવેશ થાય છે.

Right Click Disabled!