રાજ્યના પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો

રાજ્યના પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો
Spread the love

રાજ્યના પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં એથલેટિક ખેલાડી સરીતા ગાયકવાડની તસવીર અને નામમાં ખોટી માહિતી આપવામાં આવી છે. જેમા સરીતા ગાયકવાડના બદલે અન્ય કોઈ યુવતીની તસવીર છાપવામાં આવી છે.પુસ્તકમાં નારી સશ્ક્તીકરણના પ્રકરણમાં સરીતા ગાયકવાડના બદલે વનિતા ગાયકવાડના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, વનિતા ગાયકવાડ જેવી કોઈ મહિલા ખેલાડી નથી. પુસ્તકમાં લખવામાં આવ્યુ છે કે, વનિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા-કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, પાઠ્યપુસ્તરમાં સરિતા ગાયકવાડના નામ અને ફોટામાં કરી આટલી મોટી ભૂલ
ગુજરાત શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. પાઠ્યપુસ્તકમાં સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ થઈ છે. જેમાં સરિતા ગાયકવાડના બદલે વનિતા ગાયકવાડ લખાઈ ગયું છે અને તસવીર પણ વનિતાની છે. જેને લઈ વિવાદ ઉઠ્યો છે.

પાઠ્યપુસ્તર મંડળ અગાઉ પણ આવા છબરડા કરી ચુક્યુ છે
ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં નારી સશક્તિકરણ પ્રકરણમાં એથલેટિક ખેલાડી સરીતા ગાયકવાડની તસ્વીર અને નામમાં ખોટી માહિતી આપવામાં આવી છે.સરીતા ગાયકવાડના બદલે વનિતા ગાયકવાડના નામનો ઉલ્લેખ કરાયો છે. વનિતા ગાયકવાડ જેવી કોઈ મહિલા ખેલાડી જ નથી. પુસ્તકમાં લખવામાં આવ્યુ છે કે, વનિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા-કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. આવી ગંભીર બેદરકારી સામે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકાર સન્માનને બદલે અપમાન કરી રહી છે. આંતરરાષ્ટ્રીય દોડવીર આંતરરાષ્ટ્રીય સ્તરે ઓલિમ્પિક મેડલ વિજેતા એવી અંતરિયાળ ગામડાની દોડવીર સરિતાના અપમાનને લઈ તેના પ્રસંશકોમાં ભારે નારાજગી છે. જોકે પાઠ્ય પુસ્તક મંડળે પોતાની ભૂલનો સ્વીકાર કરીને સતોષ માની લીધો અને આ દોષનો ટોપલો મુદ્રક પ્રકાશન પર ઢોળ્યો છે.

જવાબમાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા સિવાય કશુંય નહીં
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો આવી ગંભીર ભૂલનો કિસ્સો પહેલો નથી. અગાઉ પણ આ પ્રકારની ક્ષતિઓ જોવા મળી હતી અને ભૂલ સ્વીકારીને ફરીથી લાખોના ખર્ચે પુસ્તકો છાપવામાં આવે છે. પણ પુસ્તકો છપાય તે પહેલા તેનું પ્રુફ રિડિંગ થયું હોય તેમ લાગતું નથી અને જો પ્રુફ રિડિંગ થયું હશે તો જ્ઞાનનો અભાવ હોય તેમ કહી શકાય.

0.jpg

Right Click Disabled!