રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસની સિધ્ધપુર ખાતે ઉજવણી

ગુજરાત રાજ્યના યશસ્વી સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના ૬૫માં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા જે પૈકી પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કાર્યક્રમ ગુજરાત રાજ્ય જીઆઇડીસી ચેરમેનશ્રી માનનીય બલવંતસિંહ રાજપુત સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો. જેમાં તેઓશ્રીએ વૃક્ષારોપણ કર્યું તેમજ શ્રી વાલકેશ્વર મહાદેવની પૂજા કરી માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખશ્રી વર્ષાબેન પંડ્યા, શ્રી અજીતભાઇ ઠાકર, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી મિહિરભાઈ પાધ્યા, શ્રી નારીભાઈ, શ્રી સુરપાલસિંહ રાજપુત વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જય આચાર્ય
