રાણેકપરમાં વાડીમાં ચોરી કરતાં ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાયા

રાણેકપરમાં વાડીમાં ચોરી કરતાં ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાયા
Spread the love

હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ આજે કોઈ અજાણ્યા ત્રણ શખ્શો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. જેમાં આ ત્રણેય શખ્સો વાડીમાં રહેલ મકાનમાં હાથફેરો કરી રહ્યા હતા ત્યાં ખેડૂત આવી જતા એક ભાગી ગયો હતો. જ્યારે એક મહિલા અને પુરુષને ખેડૂતે ઝડપી લીધા હતા. આ બનાવને પગલે આજુબાજુના ખેડૂતો તેમજ રાણેકપર ગામમાંથી મોટી સંખ્યામાં લોકો વાડી ખાતે દોડી આવ્યા હતા.  આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ મશરૂભાઈની વાડીએ આજે કોઈ ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને વાડીમાં રહેલ મકાનમાં હાથફેરો કરી રહ્યા હતા. તે વેળાએ વાડીમાં કામ કરતા ખેડૂત આવી જતા એક નાસી છુટ્યો હતો.

જ્યારે એક મહિલા અને પુરુષને મકાનનો દરવાજો બંધ કરી ઝડપી લીધા હતા. આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોના ટોળા વાડી ખાતે ઉમટી પડ્યા હતા. જો કે આ બનાવની જાણ હળવદ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી, આ મહિલા અને પુરુષ ને હળવદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. જો કે સાચી હકીકત તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. તસ્કરો મકાનમાં હાથફેરો કરતા હતા. તે વેળાએ ખેડૂત આવી જતા એક શખ્સ નાસી છુટયો હતો. જ્યારે બે ઝડપાઈ ગયા હતા. જો કે જે શખ્સ નાસી છૂટયું છે. તે બે લકી, એક મંગળસૂત્ર અને એક નાકનો દાણો લઈ ગયો હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે.

Screenshot_2020-08-04-15-57-44-28.png

Right Click Disabled!