રાત્રી કર્ફ્યૂમાં મુસાફરી કરી આવનારા લોકોને રોકવામાં નહીં આવે

રાત્રી કર્ફ્યૂમાં મુસાફરી કરી આવનારા લોકોને રોકવામાં નહીં આવે
Spread the love

ગુજરાત સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓને મેડિકલ સિવાયની કોઈ પણ પ્રકારની રજા ન લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અનલોક-1નું પાલન કરાવવા માટે રાજ્યના પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓનું હોવું જરૂરી છે. જે પ્રજાના હિતમાં છે. ત્યારે તમામ અધિકારી સહિત કર્મચારીઓને તબીબી કારણો જેવા કે અનિવાર્ય સંજોગો સિવાય રજાની માગણી નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશથી કેન્દ્રીય ગૃહ સચિવે 12 જૂને અનલોક-1 અંગેની જાહેરાત કરી હતી. જે અનુસાર રાતના 9થી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિગત અવરજવર પર પ્રતિબંધ છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું કે વાહનો અને વ્યક્તિઓને અટકાવવામાં આવે છે. જેને પગલે રાજ્યના ગૃહ વિભાગે રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગુડ્ઝ ટ્રકો, વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને તેમજ બસ,ફ્લાઈટ કે ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને ન રોકવા આદેશ આપ્યો છે. તેમજ આ બાબતે જરૂરી કાર્યવાહી અને સૂચના આપવા વિનંતિ કરી છે.

આ પહેલા 12 જૂનના કેન્દ્રીય ગૃહ સચિવના પત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મુકવાનો હેતુ મોટા પ્રમાણમાં લોકો એકઠા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય તે છે. આ પ્રતિબંધ માલ વાહક વાહનો કે પેસેન્જરની અવર જવર કરતી બસો તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને લાગુ પડતી નથી.

પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી લોકડાઉન

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારે 31 જુલાઇ સુધી લોકડાઉન લંબાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ ચાલી રહેલ લોકડાઉન 30 જૂને સમાપ્ત થઈ જવાનું હતું, પરતું કોરોના વાયરસના કહેરને લઈ તારીખ લંબાવી દેવામાં આવી છે. રાજ્ય સચિવાલયના સામેના સભાગૃહમાં સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધા બાદ બેનર્જીએ કહ્યું કે, નેતાઓમાં મંતવ્યોનો ભિન્નતા છે. પરંતુ આખરે નિર્ણય કરવામાં આવ્યો કે લોકડાઉન થોડી રાહત સાથે જુલાઈના અંત સુધી લંબાવી દેવામાં આવશે. આ મીટિંગમાં મમતા બેનર્જીએ કહ્યું કે, 31 જુલાઇ સુધી રાજ્યમાં ન તો ટ્રેન અને ન તો મેટ્રો સેવાઓ ચાલુ કરવામાં આવશે. આ સાથે શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવશે.

IMG-20200625-WA0000.jpg

Right Click Disabled!