રામમંદિરના નિર્માણ માટે 18.61 કરોડ એકત્ર થયા : મોરારિબાપુ

રામમંદિરના નિર્માણ માટે 18.61 કરોડ એકત્ર થયા : મોરારિબાપુ
Spread the love

ભાવનગર: તલગાજરડામાં કથાકાર મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. લોકો ટીવી અને ઇન્ટરનેટના માધ્યમથી રામકથાનો લાભ લઈ રહ્યા છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં થોડા દિવસ પહેલા મોરારિબાપુએ ચાલુ કથાએ પાંચ કરોડ રૂપિયા એકત્ર કરવાની શ્રોતાગણને અપીલ કરી હતી, પરંતુ પાંચ કરોડના બદલે અલગ અલગ દેશમાં કથાનું શ્રવણ કરતા લોકો દ્વારા ૧૮ કરોડ, ૬૧ લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.

મોરારિબાપુએ ચાલુ કથાએ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, જે આપણે તુલસીપત્ર પ્રભુની સેવામાં રાખ્યું છે તેની છેલ્લી યાદી ગઈકાલ રાત સુધીની અવધિ રાખી હતી. આપણા દેશમાંથી કાલે અવધિ પૂરી થઈ ત્યાં સુધીમાં ૧૧ કરોડ ૩૦ લાખ ૧૦ હજાર રૂપિયા પ્રભુ સેવામાં અર્પણ કર્યા છે. યુકે અને યુરોપમાંથી ૩ કરોડ ૨૦ લાખ ૮૦ હજાર રૂપિયા એકત્ર થયા છે. અમેરિકા, કેનેડા અને અન્ય દેશમાંથી ૪ કરોડ, ૧૦ લાખ ૧૦ હજાર રૂપિયા એકત્ર થયા છે. કુલ રકમ ૧૮ કરોડ ૬૧ લાખ રૂપિયા તમે બધાએ એકત્ર કર્યા છે.

મોરારિબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, આ રકમ તાત્કાલિક નહીં પણ જેમ જરૂર પડશે તેમ મોકલવામાં આવશે. ભારતમાંથી આવેલી રકમ ૫મી ઑગસ્ટના રોજ મોકલવામાં આવશે. કારણ કે ૫મી ઓગસ્ટના રોજ તો આપણા વડા પ્રધાન સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો હાજર રહેવાના છે ત્યારે આ રકમ આપણે મોકલીશું. અયોધ્યા રામમંદિરની શિલાન્યાસ વિધિ શરૂ થાય તે પહેલા ૧૧ વાગ્યે આ રકમ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ભારતની રકમ તો બે-ત્રણ દિવસમાં પહોંચી જશે, પરંતુ વિદેશની રકમ ૭ કરોડ ૯૦ લાખ રૂપિયા સલામત હાથમાં તમારું દાન સુરક્ષિત રહેશે અને જ્યારે પણ મંજૂરી મળશે કે આ રકમ મોકલી દેવામાં આવશે.

download.jpg

Right Click Disabled!