રામમંદિરના ભૂમિ પૂજન માટે અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવાયું

રામ નગરી અયોધ્યાને ભૂમિ પૂજન માટે આખા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. ભૂમિ પૂજન માટે હાલ અયોધ્યામાં તડામાર તૈયારી ચાલી રહી છે. આગામી 5 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરી શિલાન્યાસ કરશે. આ પ્રોગ્રામને યાદગાર બનાવવા માટે આખા નગરને સળગારવામાં આવી રહ્યું છે. રોડ રસ્તા અને તમામ ઈમારતો પર લાઈટો લગાડી દેવામાં આવી છે.
નગરમાં રાતના સમયે દિવાળી જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યાના પ્રવેશ દ્વારને ખાસ પ્રકારના રંગોથી સજાવવામાં આવી રહ્યું છે. અયોધ્યાના પ્રાચીન મંદિરોને ભવ્ય રુપ આપવામાં આવી રહ્યો છે. નગરના તમામ લોકો પોત પોતાના ઘરમાં રામાયળ અને સુંદરકાંડનો પાઠ કરી રહ્યા છે. 5 ઓગષ્ટે ભૂમિ પૂજનમાં પ્રધાનમંત્રી મોદી સહિત દેશના ઘણા મહાન લોકો આ ક્રાયકર્મમાં હાજર રહેશે.
