રામ જન્મભૂમિ પૂજનના કાર્ડમાં પીએમ મોદી સિવાય ત્રણ અન્ય લોકોના નામ સામેલ

રામ જન્મભૂમિ પૂજનના કાર્ડમાં પીએમ મોદી સિવાય ત્રણ અન્ય લોકોના નામ સામેલ
Spread the love

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમના બે દિવસ પહેલા ભગવા રંગથી રંગાયેલા એક આમંત્રણ પત્રનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. આ આમંત્રણ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય માત્ર ત્રણ લોકોનું નામ છે. જે મહેમાનોની યાદીમાં કરવામાં આવેલી છટણીના સંકેત છે. કાર્ડમાં પીએમ મોદી સિવાય આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ જોવા મળી રહ્યું છે. કોવિડ સંકટને કારણે આ કાર્યક્રમમાં લિમિટેડ સંખ્યામાં જ લોકોને બોલાવવામાં આવ્યા છે.

આમંત્રણ પત્રમાં આ નામો સિવાય ભગવાન રામની તસવીર પણ છે. જાણકારી અનુસાર માત્ર 150 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર સ્ટેજ પર પણ માત્ર પાંચ લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં પીએમ મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહંત નૃત્ય ગોપાલદાસ સામેલ થશે.

મહત્વપૂર્ણ છે કે 5 ઓગસ્ટે ભવ્ય રામ મંદિરના ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવશે. પીએ મોદી બપોરે 12 વાગીને 15 મિનિટ અને 15 સેકન્ડ પર તેનો શિલાન્યાસ કરશે, તેમના હાથથી 40 કિલોગ્રામ ચાંદીની ઇટ રાખી ભૂમિ પૂજન કરવામાં આવશે. 5 ઓગસ્ટે કાર્યક્રમનું જીવંત પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં પણ જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે.

Screenshot_20200803_143707.jpg

Right Click Disabled!