રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાની ટિમ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદન

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાની ટિમ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદન
Spread the love

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટિમ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવા માં આવ્યો હતો. જેમાં પ્રથમ મુદ્દો હતો ભુજ ની બાજુ માં આવેલ રતિયા ગામ નું જેમાં ભુમાફિયા દ્વારા ગેરકાયદેસર જમીન પર દબાણ કરવા માં આવેલ છે જેને હટાવવા માં આવે અને બીજો મુદ્દો હતો પાલરગુના પર 2 કિ.મી. ની ત્રીજીયા માં પવનચક્કી, વિજપોલ, વિજરેશા ઓ પર કલેકટર શ્રી દ્વારા મનાઈ હુકમ કરવા માં આવ્યો હતો. તે છતાં પણ વિજલાઈન દૂર કરવા માં નથી આવી જે દૂર કરવા માં આવે. અને અંજાર તાલુકા ના મિઢીયારી ગામ માં સનદો હોવા છતાં પણ કબજો આપવામાં આવતું નથી. અને ગાંધીધામ ના સ્થાનિકો ના પ્રશ્ન અંગે પણ રજુઆત કરવા માં આવી. જેમાં કલેકટર શ્રી દ્વારા હકારાત્મક જવાબ આપવા માં આવ્યું અને જો આ પ્રશ્નો નો યોગ્ય ઉકેલ લાવવા માં નહિ આવે અને દબાણ હટાવવા માં નહિ આવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશ મહેશ્વરી એ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપેલ છે.

રીપોર્ટ : કૌશિક જી રોશીયા

20200907_224506-1.jpg 20200907_224447-0.jpg

Right Click Disabled!