રાસ્કા ચેક પોસ્ટ પર પોલીસ સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન કરનાર દંપતિ સામે ગુનો નોંધાયો

નડિયાદ : મહેમદાવાદ પોલીસની ટીમ આજરોજ વહેલી સવારના સમયે રાસ્કાચેકપોસ્ટ ઉપર લોકડાઉન અંતર્ગત વાહનચેકીંગમાં હતી. દરમિયાન સવારે સવા છ વાગ્યાનાઅરસામાં અમદાવાદ તરફથી મહેન્દ્રાબોલેરોપીકઅપડાલુ નં જીજે 27 એક્સ 2827 આવતાં પોલીસે તેને રોક્યું હતું. પીકઅપડાલાના ચાલક સંજયભાઈરામજીભાઈસોલંકી અને બાજુની સીટમાં બેઠેલાં તેમના પત્નિકંચનબેન પાસે જિલ્લામાં પ્રવેશવાની સક્ષમ અધિકારીની પરવાનગી ના હોઈ પોલીસે આગળ જવાની મનાઈ ફરમાવતાં બંને જણાંઉશ્કેરાઈ જઈ ગમેતેમ બોલી પોલીસ જવાનો સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું.
અમે અમારૂપીકઅપડાલું લઈ અહીંથી જ જવાના છે તેમ કહી સંજયભાઈએ ગાડી ચાલુ કરી હંકારવા લાગ્યાં હતાં. જો કે પોલીસે ગાડી રોકી લઈ બંનેની અટકાયત કરી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ફરજમાં અડચણ ઉભી કરનાર સંજયભાઈરામજીભાઈસોલંકી અને કંચનબેનસંજયભાઈસોલંકી (બંને રહે. ઓઢવ, અમદાવાદ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)
