રિલાયન્સે 24713 કરોડમાં વેરહાઉસ અને હોલસેલ બિઝનેસ ખરીદ્યો

રિલાયન્સે 24713 કરોડમાં વેરહાઉસ અને હોલસેલ બિઝનેસ ખરીદ્યો
Spread the love

અમદાવાદ ફ્યુચર ગ્રૂપના ફોર્મેટ્સ તથા બ્રાન્ડ્સને વધુ સારું સ્વરૂપ અપાશે: ઈશા અંબાણીઆ હસ્તાંતરણ SEBI, CCI, NCLT, શેરધારકો, ધિરાણકર્તાઓ તેમ જ હિતધારકોની મંજૂરીને આધિન છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ આજે ફ્યુચર ગ્રૂપ પાસેથી આશરે રૂપિયા 24,713 કરોડમાં તેના રિટેલ લોજિસ્ટીક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને હસ્તગત કરવાની જાહેરાત કરી છે.

આ સાથે ફ્યુચરની રિટેલ એન્ડ હોલસેલ ક્ષેત્રની કંપનીને રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઈફસ્ટાઈલ લિમિટેડ (RRFLL)માં ટ્રાન્સફર કરવામાં આવશે. લોજીસ્ટીક્સ એન્ડ વેરહાઉસિંગ કામકાજને પણ RRVLમાં ટ્રાન્સફર કરવામાં આવશે. RRFLL ઈક્વિટી મર્જર બાદ 6.09 ટકા હિસ્સો હસ્તગત કરવા FELના ઈક્વિટી શેરોના પ્રેફરેન્સિયલ ઈશ્યુમાં રૂપિયા 1,200 કરોડનું રોકાણ કરશે. ઈક્વિટી વોરન્ટ્સના પ્રેફરન્સિયલ ઈસ્યુમાં રૂપિયા 400 કરોડનું રોકાણ કરશે, જે ઈસ્યુ પ્રાઈઝના 75 ટકા રૂપાંતરણ અને બેલેન્સની ચુકવણીને આધિન રહેશે, આ સાથે જ RRFLL દ્વારા FELનો વધારાનો 7.05 ટકા હિસ્સો હસ્તગત કરશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે આ હસ્તાંતરણને લગતી સમજૂતી કરવા સાથે જ અમે ફ્યુચર ગ્રૂપના ફોર્મેટ્સ તથા બ્રાન્ડ્સને વધુ સારું સ્વરૂપ આપતા તેમ જ ભારતમાં આધુનિક ક્રાંતિમાં અગત્યની ભૂમિકા ભજવનાર બિઝનેસ ઈકોસિસ્ટમને સુરક્ષિત રાખવા બદલ અમે ખુશી અનુભવી રહ્યા છીએ. નાના વેપારીઓ-કિરાણા તેમ જ વિશાળ કદની કન્ઝ્યુમર બ્રાન્ડ સાથે સક્રિય સંકલન ધરાવતા અમારા ઉત્તમ મોડેલ સાથે અમે રિટેલ ઉદ્યોગમાં વૃદ્ધિને વેગ આપવાની કામગીરીના જાળવી રાખશું. અમે સમગ્ર દેશમાં અમારા ગ્રાહકોને યોગ્ય મૂલ્ય પૂરું પાડવાનું જારી રાખવા કટિબદ્ધ છીએ.

ફ્યુચર ગ્રુપના રિટેલ, હોલસેલ અને સપ્લાઈ ચેઈનના કારોબારનું હસ્તાંતરણ રિલાયન્સ રિટેલના કારોબારમાં મજબૂત વ્યૂહાત્મક સ્થિતિ માટે ફિટ બેસે છે. તે રિલાયન્સ રિટેલને આ પડકારજનક સમયમાં નાના વેપારીઓને તેમની સ્પર્ધાત્મકતા વધારવા તથા તેમની આવક વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે અને તેમને યોગ્ય ટેકો પૂરો પાડશે.

અલબત આ હસ્તાંતરણ SEBI, CCI, NCLT, શેરધારકો, ધિરાણકર્તાઓ તેમ જ હિતધારકોની મંજૂરીને આધિન છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની છે અને તે પોતાની પેટાકંપનીઓ મારફતે કન્ઝ્યુમર સપ્લાય ચેઈન કારોબાર તથા કન્ઝ્યુમર રિટેલ બિઝનેસની કામગીરી ધરાવે છે. RRVLએ 31મી માર્ચ,2020ના રોજ પૂરા થયેલા વર્ષમાં રૂપિયા 162,936 કરોડનું સંકલિત ટર્નઓવર તેમ જ રૂપિયા 5,448 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

b_1598717827.jpg

Right Click Disabled!