રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લાગી ભીષણ આગ

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લાગી ભીષણ આગ
Spread the love

મુંબઈમાં એક દુર્ધટના ઘટી છે, જ્યાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી ગઈ છે, જેના પર ફાયર રાઈટરે સમયસમ આગ પર કાબૂ મેળવી લીધો છે. જાણકારી મુજબ ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રિલાયન્સ ફાઉન્ડેશનના હોસ્પિટલમાં આગ લાગી ગઈ છે, ત્યાર બાદ ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘણી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના અધિકારીએ નિવેદનમાં કહ્યું કે, હોસ્પિટલના કૅફેટેરિયામાં મામૂલી આગ લાગી ગઈ હતી. થોડા સમયમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અમારા બધા દર્દી અને કર્મચારીઓ સુરક્ષિત છે અને કોઈને ઈજા થવાની પણ સૂચના નથી. અમે આગ શેનાથી લાગી એનું કારણ જાણીશું અને યોગ્ય પગલાં લઈશું.જોકે હજી સુધી હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. સાથે જ, કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી મળી નથી.

fireatreliancehospial_d.jpg

Right Click Disabled!