રૂા. 4800માં ઓક્ટોબરથી રિવરફ્રન્ટ-કેવડિયા વચ્ચે સી-પ્લેન ઉડશે

રૂા. 4800માં ઓક્ટોબરથી રિવરફ્રન્ટ-કેવડિયા વચ્ચે સી-પ્લેન ઉડશે
Spread the love

અમદાવાદ : ગુજરાતમાં પ્રવાસનને વેગ મળે તે માટે આગામી 31મી ઓક્ટોબરથી ગુજરાતમાં સી-પ્લેન સેવાનો પ્રારંભ થવા જઇ રહી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી- પ્લેન શરૂ થશે. જોકે, રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સી-પ્લેન સેવાનું ઉદઘાટન કરવા તૈયારીઓ કરી છે. પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ અનિલ મુકિમે કેન્દ્રીય સિવિલ એવિએશન, એરપોર્ટ ઓથોરિટી,સહિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અિધકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી સમગ્ર પ્રોજેક્ટની સમિક્ષા કરી હતી.

વિદેશમાં તો સી પ્લેનનો ખૂબ જ ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે ભારતમાં ય સી-પ્લેનનો ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકારે દિશા નિર્દેશ આપ્યા છે જેના ભાગરૂપે દેશમાં સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કરવામાં આવ્યાં છે જેમાં પ્રથમ તબક્કામાં ગુજરાતમાં માત્ર એક જ રૂટ પર સી પ્લેન શરૂ કરવા નક્કી કરાયુ છે. કેવડિયા કોલોનીથી રિવરફ્રન્ટ સુધીના 200 કિમીના રૂટ પર સી પ્લેન શરૂ કરાશે. સી પ્લેન પ્રોજેક્ટને લઇને આજે પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ અનિલ મુકિમના વડપણ હેઠળ બેઠક મળી હતી જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ પ્રતાપ ખરોલા સહિત એરપોર્ટ ઓથોરિટીના અિધકારીઓ પણ હાજર રહ્યા હતાં.

આ બેઠક પછી સચિવ પ્રતાપ ખરોલાએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. 31મીથી સી પ્લેન સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શરૂઆતના તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની આવવા જવા માટે રોજની ચાર ફલાઇટ શરૂ કરવા નક્કી કરાયુ છે. રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની ની સી પ્લેનની ટિકીટ રૂા.4800 નક્કી કરાઇ છે. આગામી 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવે તેવી શક્યતાને જોતા રાજ્ય સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. અિધકારીક સૂત્રોનું કહેવુ છેકે,વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઇને હજુ સુધી પીએમઓમાંથી કોઇ સત્તાવાર જાણ કરવામાં આવી નથી.

જો છેલ્લી ઘડીએ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થાય તો સી પ્લેન સેવા શરૂ કરવા આયોજન કરાયુ છે.કેવડિયા કોલોનીથી સી પ્લેનમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ આવશે તેવી શક્યતા છે. બીજા તબક્કામાં, રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ, રિવરફ્રન્ટથી શેંત્રૂજય ડેમ પાલીતાણા વચ્ચે સી પ્લેન શરૂ કરવામાં આવશે. આમ, ગુજરાતમાં સી પ્લેન સેવા શરૂ કરવા તૈયારીઓ થઇ રહી છે.

સી પ્લેન એટલે શું?

સામાન્ય ભાષામાં કહેવામાં આવે તો પાણીમાં ટેક્ ઓફ્-લેન્ડિંગ કરી શકે તેને સી પ્લેન કહેવાય છે. સામાન્ય એરક્રાફ્ટની સરખામણીએ સી પ્લેનની પાંખો વિંગ્સ ફિક્સ જ રહે છે. ઈ.સ. 1898માં ઓસ્ટ્રેલિયાના વિલ્હેલ્મ ક્રેસ દ્વારા સૌપ્રથમ સી પ્લેન બનાવાયું છે.

અમદાવાદ-કેવડિયા વચ્ચેના સી પ્લેનની ઝડપ શું રહેશે ?

આ અંગે હજુ સુધી કોઇપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અમદાવાદના રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેના સી પ્લેનની ઝડપ 170 કિલોમીટર પ્રતિ કલાકની હોઇ શકે છે.

બેઠક ક્ષમતા અને પાયલોટ કેટલા હશે?

સી પ્લેનમાં એકસાથે 19 મુસાફરો બેસી શકશે. આ ઉપરાંત બે પાયલોટ અને બે ક્રૂ મેમ્બર હશે. અમદાવાદ-સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દરરોજની ચાર ફ્લાઇટની અવર-જવર રહે તેવી સંભાવના છે.

ભાડું કેટલું રહેશે?

આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. પરંતુ માહિતી પ્રમાણે પ્રતિ વ્યક્તિનુ ભાડું રૂપિયા 4,800 આસપાસ રહશે. સી પ્લેનથી અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટિ કેટલા સમયમાં પહોંચાશે? અમદાવાદથી 198 કિલોમીટરના અંતરે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે બાય રોડ અંદાજે 3 કલાક 40 મિનિટનો સમય લાગે છે. પરંતુ સી પ્લેન દ્વારા 50 મિનિટથી 1 કલાક વચ્ચે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકાશે.

આમ, અમદાવાદના ટ્રાફિકમાં હાલ સેટેલાઇટથી નરોડા સુધી પહોંચવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં અમદાવાદ-સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અંતર કાપી શકાશે.અન્ય કયા રૂટ પર સી પ્લેનની સેવા શરૂ કરાશે? દેશના કુલ 16 રૂટમાં સી પ્લેન શરૂ કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતમાંથી અમદાવાદ-સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત અમદાવાદથી શેત્રૂંજી નદી-પાલિતાણાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે.

11_1598701156.jpg

Right Click Disabled!