રેલવે અધિકારીની 17 વર્ષની નેશનલ શૂટર પુત્રીએ ગોળી મારી માતા-ભાઈની કરી હત્યા…….

રેલવે અધિકારીની 17 વર્ષની નેશનલ શૂટર પુત્રીએ ગોળી મારી માતા-ભાઈની કરી હત્યા…….
Spread the love

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સીએમ આવાસ પાસે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે મોટો ખુલાસો કરી જણાવ્યું કે યુવતીએ જ પોતાની માતા અને ભાઇની હત્યા કરી છે. યુવતી નેશનલ લેવલની શૂટર છે. આશ્ચર્યની વાત તો એ છે કે યુવતીએ બંને ગોળી માર્યા બાદ કાચ પર Disqualified Human લખ્યું હતું. આ સમગ્ર મામલો લખનઉના હાઇ-સિક્યોરિટી ઝોન થાના ગૌતમ પલ્લી ક્ષેત્રનો છે. અહીં મુખ્યમંત્રી આવાસ પાસે આવેલી રેલવે કોલોનીમાં બેવડી હત્યાને અંજામ આપવામાં આવ્યો. ઘટના રેલવેના મોટા અધિકારીના સરકારી આવાસમાં બની. આ ઘટનામાં રેલવેના વરિષ્ઠ અધિકારી આરજી બાજપેઇની પત્ની અને પુત્રની હત્યા તેની જ પુત્રીએ કરી હતી.

પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે અધિકારીની પુત્રીએ પોતાની માતા અને ભાઇની ગોળી મારી હત્યા કરી દીધી. પુત્રી નેશનલ લેવલની શૂટર છે અને તેના રૂમમાંથી હત્યા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલી બંદૂક પણ મળી આવી છે. તો આ ઘટનાને અંજામ આપતી વખતે યુવતી પોતે પણ ઘાયલ થઇ હતી. હાલ પારિવારીક વિવાદને આ હત્યા પાછળ મુખ્ય કારણ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. લખનઉ પોલીસે 4 કલાકમાં આ બેવડી હત્યાનો પર્દાફાશ કરી લીધો. પોલીસે જણાવ્યું કે સમગ્ર ઘટનાક્રમમાં કુલ ત્રણ ગોળી ચલાવવામાં આવી છે. પ્રથમ ગોળી કાચ પર મારવામાં આવી તો બીજી અને ત્રીજી ગોળી માતા અને ભાઇને મારવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે આ યુવતીની માનસિક સ્થિતિ ઠીક ન હતી. યુવતીએ વોશરૂમના કાચ પર Disqualified Human લખ્યું અને તેના પર પ્રથમ ગોળી મારી. તો યુવતીના બંને હાથ પર ઇજાના નિશાન હતા. ઘટનાસ્થળેથી પોલીસે એ રેઝર પર જપ્ત કર્યું છે જેની મદદથી યુવતીએ પોતાના હાથમાં નિશાન કર્યા હતા. જે બંગલામાં આ ઘટના બની એ બંગલો રેલવેના સીનિયર અધિકારી આરડી બાઝપેઇનો છે. આ પુત્ર, પુત્રી અને પત્ની ઘરમાં હાજર હતા. આ દરમિયાન પોલસને સૂચના મળી કે માતા અને પુત્રની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે મામલાની તપાસ કરી અને આરોપીનો ખુલાસો કર્યો.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

20200831_105110-1.jpg 20200831_105130-0.jpg

Right Click Disabled!