રેશનકાર્ડના ઘઉં ફેક્ટરીમાં વેચવાનું કૌભાંડ પકડાયું

રેશનકાર્ડના ઘઉં ફેક્ટરીમાં વેચવાનું કૌભાંડ પકડાયું
Spread the love

સુરેન્દ્રનગર, જેને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી એસઓજી પીઆઈ બી.એમ.રાણા, પીએસઆઈ એસ.બી.સોલંકી સહિતનાઓએ પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન બાતમીના આધારે કેટલાક શખ્સો ઓટોરીક્ષા તથા છકડો રીક્ષામાં ગામડામાંથી ઘરે કરે ફરી સરકાર દ્વારા આપવામાં આવેલ રેશનકાર્ડના મફતના ઘઉં સસ્તા ભાવે ખરીદી કરી નવલગઢ ખાતે આવેલ ફેકટરીમાં વેચાણ કરવા જતાં હોય તેવી ચોક્કસ હકિકતના આધારે સીતાપુર બસ સ્ટેન્ડ પાસે ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે ઉપર વોચ ગોઠવી નાકાબંધી કરી હતી.

જેમાં શંકાસ્પદ હાલતમાં અનાજનો જથ્થો ભરેલ વાહનો પસાર થતાં તેને રોકી પુછપરછ કરતાં ધઉંનો જથ્થો બીલ કે આધાર પુરવા વગરનો હોવાનું બહાર આવ્યું હતું અને ૧૧ જેટલાં વાહનોમાં ભરેલ રેશનીંગના ધઉં વજન ૪૩૯ મણ કુલ કિંમત રૂા.૧.૦૯ લાખના મુદ્દામાલ સાથે ૧૧ જેટલા અલગ-અલગ વાહનચાલકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને તમામ મુદ્દામાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા એક તરફ ગરીબ પરિવારોને સસ્તા ભાવે તેમજ વિનામુલ્યે રેશનકાર્ડ પર અનાજનું વિતરણ કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ અમુક રેશનકાર્ડ ધારકો આ અનાજને લઈ ઉપયોગ કરવાને બદલે અન્ય લોકોને વેચી તેના બદલામાં વાસણો જેવી ચીજવસ્તુઓ લેતાં હોય છે.

જ્યારે બીજી બાજુ અમુક રેશનીંગ દુકાનદારો પણ રેશનકાર્ડ ધારકોને અનાજ આપવાને બદલે બારોબાર વેચતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે આમ જરૂરીયાતમંદોને રેશનકાર્ડ દ્વારા મળવાપાત્ર અનાજનો લાભ મળતો નથી અને વંચીત રહે છે ત્યારે આ મામલે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક રેશનીંગ દુકાનદારો સહિત અધિકારીઓના નામો પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

રેશનિંગના ઘઉંના જથ્થા સાથે પકડાયેલા ૧૧ વાહન ચાલકોના નામ

એસઓજી પોલીસે ૧૧ જેટલા વાહનચાલકો (૧) વિપુલભાઈ નાગરભાઈ નાયકપરા રહે.ખેરાળી (૨) દિનેશભાઈ અરજણભાઈ વાઘેલા રહે.મેકસન સર્કલ બાયપાસ (૩) દિનેશભાઈ ધીરૂભાઈ સોવસીયા રહે.શિવશક્તિ સોસાયટી, ગણપતિ ફાટસર (૪) ભીમજીભાઈ રામકરશનભાઈ બગોદરીયા રહે.રતનપર (૫) અજયભાઈ નાનુભાઈ ડોડીયા રહે.વડનગર (૬) અરવિંદભાઈ અમરશીભાઈ ઓગણીયા રહે.ગણપતિ ફાટસર (૭) રવિભાઈ મેરૂભાઈ ભંકોડીયા રહે.કૃષ્ણનગર (૮) જગદીશભાઈ ભલાભાઈ ઓગણીયા રહે.રતનપર (૯) મેહુલભાઈ હેમંતભાઈ પનારા રહે.પ્રજાપતિની વાડી પાસે (૧૦) ગમનભાઈ ઉર્ફે જગાભાઈ પેથાભાઈ ડાભી રહે.ખોડીયારપરા અને (૧૧) પરવેઝભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી રહે.લક્ષ્મીપરાવાળાને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.

content_image_165d54f9-458d-42f2-b9c9-8a21d90829d2.jpg

Right Click Disabled!