‘લક્ષ્મણરેખા’નો મનફાવે ત્યાં સંદર્ભ લક્ષ્મણજીની અવમાનના

‘લક્ષ્મણરેખા’નો મનફાવે ત્યાં સંદર્ભ લક્ષ્મણજીની અવમાનના
Spread the love

અનોખી કારીગરી સાથે બનેલા એ મહેલમાં પ્રવેશતા દુર્યોધનને પાણીનો છદ્મ કુંડ નજરે ન પડયો અને તે પાણીમાં ખાબક્યો ત્યાં ઉપસ્થિત દ્રોપદીએ અત્યંત વિકૃત હાસ્ય સાથે ટિપ્પણી કરી, આંધળાનો પુત્ર આંધળો.. અહીં પણ મર્યાદાનું ઉલ્લંઘન થયું.. મહાભારતમાં દ્રોપદીની આ હરકતને કોઈએ લક્ષ્મણરેખા સાથે સંદર્ભિત કરી નથી..

સાધુ વેશે ભિક્ષા લેવા આવેલા રાવણે રેખાની બહાર આવે તો જ ભિક્ષા સ્વીકારવા જીદ કરી, લક્ષ્મણરેખાનું સીતાજીએ કરેલું ઉલ્લંઘન એ ધર્મનું પાલન કરવા માટે સમજપૂર્વક થયેલો વિવેકપૂર્ણ અનાદર હતો

અયોધ્યામાં રામમંદિર આ દેશના રાજકીય ફલક પર બદલાયેલી મતદારોની પસંદગીનું પ્રેરક બળ બન્યું હોવાનું કોઈ નકારી શકે તેમ નથી.. રામના નામે મતદારોને ઊભા કરનારા શાસકો એ ભૂલી જાય છે કે લક્ષ્મણરેખાના નામે થતી રહેતી લક્ષ્મણની અવમાનના માટે સવેળા પ્રાયિૃત કરીએ અન્યથા સુઓમોટો કાર્યવાહી કરવા શ્રાીરામ ઊભા થશે તો કોઈને માફીનો વિકલ્પ નહીં આપે..

અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસ સાથે જ તેમના પ્રાણ પ્રિય ભ્રાતા લક્ષ્મણ પણ તેમણે દોરેલી મર્યાદાની રેખાના મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાના કેન્દ્રસ્થાને છે. રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ ન્યાયપ્રણાલીના સન્માનની અવહેલના કરતી ટિપ્પણી બદલ એક વરિષ્ઠ ધારાશાસ્ત્રીને લક્ષ્મણરેખા ઓળંગવા બદલ તકસીરવાર ઠેરવ્યા છે. આ સિવાય પણ જાહેર જીવનમાં મર્યાદાના સૂચક એવા આ શબ્દ લક્ષ્મણરેખાનું ચલણ મુખવાસ બનેલું જોવા મળી રહ્યું છે.

પ્રત્યેક હિન્દુના ઈષ્ટ ભગવાન શ્રાીરામ અને મનુષ્ય અવતાર ધારણ કરી તેમણે કરેલી લીલા.. રામાયણ સ્વરૂપે વાલ્મીકિ, તુલસીદાસ, ગુજરાતી કવિ ગીરધર સહિત અનેક રામભક્તોએ પોતાની અનુભૂતિ પ્રમાણે આલેખી છે. રામ વિષ્ણુના અવતાર છે.

અસુરોના સંહારનું મહાકાર્ય કરવા તેમણે અવતાર ધારણ કર્યો ત્યારે સ્વયં રુદ્ર હનુમાન સ્વરૂપે અને લક્ષ્મણ સ્વરૂપે શેષનાગ આ લીલામાં સહભાગી થવા ધરતી પર અવતર્યા હોવાની કથા કોઈથી અજાણી નથી. કયા સંજોગોમાં લક્ષ્મણરેખા દોરવામાં આવી અને આજે જે પરિપ્રેક્ષ્યમાં એ શબ્દ પ્રચલિત થઈ રહ્યો છે તેની તુલનાત્મક સમીક્ષાનો તાળો કોઈ રીતે મને મળતો નથી. સનાતન ધર્મની સંસ્કારીતતાના સૂચક એવા લક્ષ્મણરેખા શબ્દ વિશેની સાવ સાચી વાત બિલકુલ હટીને કરવી છે.
દંડકારણ્યની એ પર્ણકુટિરમાં સોનાનું હરણ, માતાજીનું એ મૃગથી મોહિત થવું, સ્ત્રીહઠ પૂરી કરવા ભગવાન સ્વયંનું તાબે થવું, માયાવી મરિચનું ભગવાનને દૂર દૂર લઈ જવું અને શ્રાીરામના તીરથી વિંધાઈ મોક્ષને પ્રાપ્ત કરતા પહેલાં લક્ષ્મણ લક્ષ્મણના નામથી મદદ માટે પોકારી અંતિમ રાક્ષસ કૃત્ય કરવું..

અહીં સુધી આજે કોઈ વિવાદ નથી. હવે મુદ્દો શરૂ થાય છે રામના અવાજમાં થયેલો મદદનો પોકાર સાંભળી સીતાજીનું વિહવળ થવું અને લક્ષ્મણજીને રામની મદદે જવા ફરજ પાડડવી એ વાત પણ હાલ નિર્વિવાદ છે. લક્ષ્મણરેખાની મર્યાદાનું આકલન અહીં અસ્તિત્વમાં આવે છે. ગીરધરકૃત રામાયણ લક્ષ્મણના અવતરણમાં લખે છે કે,

”પણ માતા તમને કહેવા ન ઘટે, એવા મરમવચન શું કરું રામ નથી જો પાસે નિકર મૂકું તન..। એવું કહી લક્ષ્મણની આંખે ચાલી આંસુની ધાર, પછી મઢીની પૂંઢળ લિકજ તાણી ધનુષ તણી તેણી વાર..।।” મર્યાદાની રેખા દોર્યા પછી લક્ષ્મણ મા સીતાને કહે છે કે, ”અરે જાનકી, અમો આવ્યા વિણ, જો તમે નીકળો બહાર તો રામચંદ્રની આણ છે તમને, સત્ય વચન નિર્ધાર..”

રામચરિત માનસના અરણ્યકાંડડમાં દોહા નં. ૨૭ પછી બીજી ચોપાઈમાં તુલસીદાસજી લખે છે કે, ”મર્મ વચન સીતા જબ બોલા, હરિ પ્રેરિત લક્ષ્મણ કે મન ડોલા” બોલા શબ્દ સાથે સીતાનો ઉલ્લેખ વ્યાકરણની દ્રષ્ટિએ આમ અપ્રસ્તુત જણાય, સીતાજી બોલ્યા એવું તુલસીદાસજીએ લખવું હોત તો બોલા નહીં બોલી શબ્દ પ્રયોજાયો હોત. આ દ્વિધાનું સમાધાન ૨૩માં દોહા પછીની બીજી ચોપાઈ ”તુમ પાવક મહુ કરહુ નિવાસા, જો લગી કરો નિશાચર નાશા”

ભગવાન રામ મરિચની પાછળ જતા પહેલાં સીતાજીને જ્યાં સુધી નિશાચરનો નાશ કરીને પાછા ન આવે ત્યાં સુધી પાવક એટલે અગ્નિ વચ્ચે સુરક્ષિત કરી ગયા છે. રાવણને ભિક્ષા આપવા માટે જે આકૃતિ પ્રગટ થઈ છે તે સીતાજી નહીં તેમનો પડછાયો છે અને પડછાયો પુલિંગ શબ્દ છે એટલે સીતા બોલી નહીં સીતા બોલા લખાયું છે. મરિચનું પ્રપંચ સફળ થયા પછી પર્ણકુટિરના પ્રાંગણમાં પ્રગટ થયેલો રાવણ સાધુ વેશે ભિક્ષા માગે છે. લક્ષ્મણરેખાની બહાર આવે તો જ ભિક્ષા ગ્રહણ કરવાની જીદ કરે છે.

લક્ષ્મણે આપેલી રામની આણ અને દ્વાર પર આવેલા ભિક્ષુક સાધુની અપેક્ષાના ધર્મસંકટ વચ્ચે સીતાજી યજમાન ધર્મને પ્રાથમિકતા આપે છે. લક્ષ્મણરેખા ઓળંગવા પાછળ સીતાજીનો કોઈ અવિવેક, ઉદંડતા કે વ્યવસ્થાના અપમાનનો દૂર દૂર સુધી કોઈ ઈરાદો નથી. દ્વાર પર આવેલા ભિક્ષુકને ખાલી હાથે પાછો ન કઢાય તેવા ક્ષાત્ર ધર્મની ભાવના લક્ષ્મણે નક્કી કરેલી મર્યાદાના ઉલ્લંઘનનું સ્વચ્છ અને શુભ્ર કારણ છે.

દેશની રાજનીતિમાં વિરોધીઓના વાણીવિલાસને અવાંછનીય અને અવિવેકી પુરવાર કરવા લક્ષ્મણરેખાના ઉલ્લેખ અનેક વખત સાંભળવા મળ્યા છે. છેલ્લે રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતે એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણને લક્ષ્મણરેખા ઓળંગવા માટે તકસીરવાર ઠેરવ્યા છે. સજાને પાત્ર ઠરેલા એ બંને તારીખ ૨૭ અને ૨૯ જૂનના ટ્વિટ જોઈએ તો પ્રથમ ટ્વિટમાં છેલ્લાં ૬ વર્ષથી દેશમાં અઘોષિત કટોકટી લાગુ પડી હોવાનું,

તે માટે સર્વોચ્ચ અદાલતના છેલ્લા ૪ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ દીપક મિશ્રાા અને જસ્ટિસ જે.એસ. ખેહર જવાબદાર હોવાની ટિપ્પણી છે. બીજી ટ્વિટમાં સર્વોચ્ચ અદાલતના વર્તમાન ચીફ જસ્ટિસ બોબડેનો મોંઘીદાટ હાર્લી ડેવીડસન બાઈક પર ફોટો મૂકી આ બાઈક એક મોટા નેતાના દીકરાની હોવાનું આળ મૂક્યું છે.

આ બંને ટ્વિટને સર્વોચ્ચ અદાલતની અવમાનના ગણી સુઓમોટો કાર્યવાહી થઈ. ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠે ૧૪મી ઓગસ્ટે પ્રશાંત ભૂષણને દોષી કરાર આપ્યો છે. સજાની સુનાવણી માફી માંગવા કે ટ્વિટનું નિવેદન બદલવાના વિકલ્પ સાથે હાલ નિર્ણયની પ્રતિક્ષિત છે. પ્રશાંત ભૂષણે માફી માંગવા ઈન્કાર કરી સજાના મુદ્દે કોઈ ઉદારતા રાખવાની અદાલતને અપીલ ન કરતા હોવાનું વલણ જાહેર કર્યું છે. આ અભિગમ તેમણે અંતરઆત્માના અવાજને ઓળખીને અપનાવ્યો હોવાનું જાહેર કર્યું છે.

સરકારના સોલિસીટર જનરલ સર્વોચ્ચ અદાલતની અવમાનના માટે તકસીરવાર ઠરેલા ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણને સજા કરવાના પક્ષમાં નથી. લક્ષ્મણરેખા શબ્દને કેન્દ્રવર્તી એવા આ સમગ્ર વિવાદમાં મર્યાદાના પાલનનો મુદ્દો ઉભયપક્ષે અગ્નિપરીક્ષા છે. સીતાજી માટે શેષનાગના અવતાર લક્ષ્મણજીએ દોરેલી એ સંરક્ષણ માટેની મર્યાદારેખા પ્રશાંત ભૂષણના કિસ્સામાં ક્યાં પ્રસ્તુત છે એ અદાલતને પૂછી શકાય નહીં, કારણ ન્યાયતંત્ર સર્વોપરી છે. અહીં સનાતન ધર્મના પ્રમાણિત સાહિત્યમાંથી એક બીજો સંદર્ભ સુસંગત છે.

ભગવાન શ્રાીકૃષ્ણનો અવતાર શ્રાીરામ પછી ત્રેતા યુગમાં થયો હતો. આ મહાકાવ્યમાં દ્રોપદીનું એક પાત્ર બધા જ જાણે છે. અનોખી કારીગરી સાથે બનેલા એ મહેલમાં પ્રવેશતા દુર્યોધનને પાણીનો છદ્મ કુંડ નજરે ન પડડયો અને તે પાણીમાં ખાબક્યો ત્યાં ઉપસ્થિત દ્રોપદીએ અત્યંત વિકૃત હાસ્ય સાથે ટિપ્પણી કરી, આંધળાનો પુત્ર આંધળો. અહીં પણ મર્યાદાનું ઉલ્લંઘન થયું. મહાભારતમાં દ્રોપદીની આ હરકતને કોઈએ લક્ષ્મણરેખા સાથે સંદર્ભિત કરી નથી. કારણ દ્રોપદીનું આ કૃત્ય છલોછલ અભિમાનથી ગ્રસિત હતું.

ફરી એકવાર અહીં કહેવું છે કે, લક્ષ્મણરેખાનું સીતાજીએ કરેલું ઉલ્લંઘન એ ધર્મનું પાલન કરવા માટે સમજપૂર્વક થયેલો વિવેકપૂર્ણ અનાદર હતો.
ઘરમાં ભોંયતળિયાના કાટખૂણે રેખા આંકી કીડી, મકોડા, વંદાના નિકંદનનો દાવો કરતી જંતુનાશક દવા આ દેશમાં લક્ષ્મણરેખાના લેબલે વેચાય છે અને તે કડવું સત્ય છે.

અને છેલ્લે…

અયોધ્યામાં રામમંદિર આ દેશના રાજકીય ફલક પર બદલાયેલી મતદારોની પસંદગીનું પ્રેરકબળ બન્યું હોવાનું કોઈ નકારી શકે તેમ નથી.. રામના નામે મતદારોને ઊભા કરનારા શાસકો એ ભૂલી જાય છે કે લક્ષ્મણરેખાના નામે થતી રહેતી લક્ષ્મણની અવમાનના માટે સવેળા પ્રાયિૃત કરીએ અન્યથા સુઓમોટો કાર્યવાહી કરવા શ્રાીરામ ઊભા થશે તો કોઈને માફીનો વિકલ્પ નહીં આપે..

થોડા હટકે – પ્રસન્ન ભટ્ટ
[email protected]

101335765_2710446285905947_5528757928074412032_n.jpg

Right Click Disabled!