લાઠી : ઠાંસા ગ્રામ પંચાયત કચેરીમાં જવાબદારીની ફેંકાફેંકી…!

Spread the love
  • અનેકો ગરીબ દલિત પરિવારો ને ઘર નું ઘર ક્યારે મળશે ?

લાઠી તાલુકાના ઠાંસા ગામે ગરીબ દલિત પરિવારોને મોઢે આવેલ કોળિયો ગ્રામ પંચાયતના બિન જરૂરી તુમારના કારણે ઝુટવાય રહ્યો છે વર્ષ ૨૦૧૮માં લાઠી તાલુકા પંચાયત કચેરીની લેન્ડ કમિટી દ્વારા પાત્રતા ધરાવતા છ શ્રમિક પરિવારને તાલુકા વિકાસ અધિકારીના લેઆઉટ પ્લાનમાં પ્લોટ ફાળવણીનો હુકમ તો થયો પણ માત્ર કાગળ ઉપર સ્થાનિક પંચાયત કચેરી ઠાંસા ગ્રામ પંચાયત કચેરી ઠરાવ કરી મફત પ્લોટ સ્થળે દબાણ હોવા નો સ્પષ્ટ એકરાર કરે છે આ બિન ખેતી ગામતળનું દબાણ દુરસ્ત કરવા કાયદાથી સ્થાપિત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫થી પંચાયતને હુકુમત છે આ દબાણ દૂર ક્યારે કોણ કરશે ? બહારથી કોઈ આવશે ? પંચાયતે કરવાની કામગીરીમાં જવાબદારી ની ફેંકાફેંકી ક્યાં સુધી ?

ગરીબ શ્રમિક પરિવારો ને મોઢે આવેલ કોળિયો ઝુટવાય રહ્યો છે ઠાંસા ગ્રામ પંચાયત ના જવાબદાર પદા અધિકારી ઓ પોતા ના અધિકાર નો ઉપીયોગ કરી બિન ખેતી લેઆઉટ પાલન મફત પ્લોટ પ્રત્યેક્ષ કબજો લાભાર્થી સોંપે તેવી લાભાર્થીઓની જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત માંગ ઠાંસા ગ્રામ સભા માં પણ ગરીબ પરિવારો ને વાર વાર ખાત્રી અપાય છે ગરીબ દલિત પરિવારોને સ્થળે મફત પ્લોટ કબજો સોંપી સનદ રેવન્યુ નોંધ કરી દેવા માં આવે તો શ્રમિક પરિવારો ને ઘર નું ઘર મળે ગ્રામ પંચાયત ઠાંસા ગ્રામ પંચાયતના બિન જરૂરી તુમારના કારણે સરકારી યોજના ઓ ના લાભ થી વંચિત પરિવારો ની સરકાર સમક્ષ માંગ વહેલી તકે મફત પ્લોટનો પ્રત્યેક્ષ કબજો સનદ આપવા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ….

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Right Click Disabled!