લાઠી તાલુકાનું અનમોલ રત્ન : પુસ્તકાલયના નિર્મતા ડો પ્રતાપભાઈ પંડયાને પુષ્પાજંલી

લાઠી તાલુકાનું અનમોલ રત્ન : પુસ્તકાલયના નિર્મતા ડો પ્રતાપભાઈ પંડયાને પુષ્પાજંલી
Spread the love

લાઠી તાલુકા નું અનમોલ રત્ન ડો પ્રતાપભાઈ પંડયા અંનતયાત્રા એ તમામ માણસોનું અવતરણ કોઈને કોઈ હેતુસર થતું હોવાનું ઘણી વાર લાગે છે. શિક્ષણ, સાહિત્ય અને કલા જગત સાથે જોડાયેલી મહાન હસ્તીઓ એજ રીતે પોતપોતાના કાર્યો માટે અસ્તિત્વમાં આવે છે અને ફરી વિલીન થઈ જાય છે. ડો. પ્રતાપભાઈ પંડ્યા મૂળ સૌરાષ્ટ્રની ભૂમિનું ફરજંદ પરંતુ તેણે પોતાની કર્મભૂમિ અંત સમયે વડોદરાને બનાવી. વડોદરામાં ગુજરાતી સહકારી પુસ્તકાલયના તેઓ પ્રમુખ બન્યા.

એકાએક આ માણસ ગુજરાતમાં ખૂણે ખૂણે સદવિચારોને પહોંચાડવા પુસ્તકો ને હાથમાં લઈને જ્ઞાનની પરબ ગામડે ગામડે ખોલવા હામ ભીડે છે. આમ તો વાંચન માટેનું મહા અભિયાન સરકાર કક્ષાએથી નરેન્દ્ર મોદીએ ઉપાડેલું, પરંતુ મોદીના આ કાર્ય પહેલાં પ્રતાપભાઈ તેના પ્રણેતા બન્યાં હતાં, એ વાત નિર્વિવાદ છે. ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને પુસ્તકોની લ્હાણી કરે એવો ગુજરાતમાં રણબંકો તમને ભાગ્યે જ મળે. પ્રતાપભાઈ તેમાં એકલવીર હતા. તેમણે ગુજરાતમાં પાંચ હજાર કરતા પણ વધુ” ઘર પુસ્તકાલયો” નું નિર્માણ કર્યું અને એક એક ઘરે પુસ્તકોની જ્યોત પહોંચાડવા તેઓ સતત મથતાં રહ્યા.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં તેમનો ૪એપ્રિલ ૧૯૨૯ના દિવસે જન્મ થયો હતો. પછીથી તેઓ એક સાંજે શિક્ષક થવા માટે હાથમાં એક થેલી લઇ અને પગપાળા સણોસરાની વાટે નીકળી પડ્યાં. સવાર પડતાં લોકભારતી સણોસરાના દરવાજે જઈ સુઈ ગયાં. સવારે સંસ્થાના સંચાલક મૂળશંકર ભટ્ટની નજર તેના પર પડી અને પોતાને ઘેર લઈ જઈ અને વ્હાલથી તેને અધ્યાપન મંદિરમાં એડમિશન આપ્યું. અને શિક્ષક તરીકેની તાલીમનો પ્રારંભ થયો.તેઓ ઉત્તમ શિક્ષક બની રહ્યાં જીવન પર્યંત નાના એવા ૮૦ માણસો ના ગામ ચોસલાથી શરૂ કરેલી શિક્ષક જીવનની યાત્રા અનેક મુકામો, પડાવો પર પસાર થઈને આખરે નિવૃત્તિમાં પોતાનું જીવન વડોદરામાં ગાળતાં હતાં.

તેમની પાસે ભણેલાં હજારો વિદ્યાર્થીઓએ પોતાના જીવનને સુચારુ રીતે ઉજાળ્યું છે. તેમની પુત્રી મનીષાએ “જાન હે તો જહાં હૈ”ના સૂત્રને સાર્થક કરી પોતે શારીરિક રીતે અશક્ત હોવા છતાં અમેરિકામાં પોતાની ઉત્તમ કારકિર્દી વિજ્ઞાનના ક્ષેત્રમાં અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘડીને સફળ થાય. એ જ રીતે દીકરો ગૌરાંગ પણ અમેરિકાના વિવિધ વ્યવસાયોમાં ટેકનોલોજી સાથે કામ પાડીને ઉત્તમ વ્યવસાયિક બન્યો. પરંતુ તેનો પાક પ્રસાદ રૂપે પ્રતાપભાઈ ગરવી ગુજરાતને વહેંચતાં રહ્યાં. તેના વિદ્યાર્થીઓ પૈકીના ઘણાં વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં પોતાની ઉત્તમ નામના કેળવી શક્યાં છે.

પુરુષોત્તમ રૂપાલા પણ પ્રતાપભાઈ ના વિદ્યાર્થી તરીકે ગૌરવ લે છે. તાજેતરમાં પરસોતમભાઈના ગામમાં જે શાળામાં પ્રતાપ ભાઈએ કામ કર્યું તે શાળાના નવનિર્માણ માટે રૂપિયા ૧૧ લાખનું દાન પ્રતાપભાઈએ કરીને શિક્ષકોને ખૂબ મોટી દિશા આપવાનો પ્રયત્ન કર્યો. આ રીતે પ્રતાપભાઈ માત્ર દાનવીર નહીં પણ રૂજુ સંવેદનશીલ વ્યક્તિત્વ હતાં. તેમની એક વાત કરવાની ચુકાઈ જશે કે તેઓ નિવૃત્ત થયાં પછી પીએચડીની પદવી હાંસલ કરીને ડોક્ટરેટ થયાં. તે પણ એક અજીબોગરીબ ઘટના છે. કોઈ વ્યક્તિએ બે કરોડ ના પુસ્તકો અને અનેક સર્જકો ને પોતાના પ્રકાશનોમાં મદદનો હાથ લંબાવનાર પ્રતાપભાઈ ભૂલી શકાશે નહીં.

સામાન્ય બીમારીના કારણે તેઓ ગઈ કાલે તા ૨૪-૮-૨૦ ના વડોદરામાંથી અનંતની વાટે નીકળી ગયા. તેમને તથા તેમના કાર્યોને શત શત વંદન કરતા દામનગર સાહિત્ય સંસ્થા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા શ્રીભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના જીવનભાઈ હકાણી સહજાનંદ ટ્રસ્ટ ગુરુકુલ ના પ્રિન્સિપાલ ડોબરીયા સાહેબ નવજ્યોત વિધાલય શિયાણી બટુકભાઈ અનસૂયા ટ્રસ્ટ ના દેવચંદભાઈ આલગિયા ભરતભાઈ ભટ્ટ જીતુભાઇ બલર વજુભાઇ રૂપાધડા સહિત ના ઓ એ પુષ્પાજંલી પાઠવી હતી.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20200827-WA0017.jpg

Right Click Disabled!