લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
Spread the love

લાઠીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.આર.મકવાણા ના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન થયું હતું. જેમાં શ્રી મયુરભાઈ, શ્રી ભરતભાઈ પાડા, શ્રી મહેશભાઈ કોટડીયા, શ્રી વિજયભાઈ યાદવ, ડો. દેથળીયા વગેરે પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરી, બહોળી સંખ્યામાં સ્વયંભૂ આવેલ દાતાઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ હતું.

ઇમરજન્સીમાં જરૂરિયાત વાળા દર્દીઓને લાઠી માં જ લોહી પૂરતો જથ્થો અને સારવાર મળી રહે તેવા શુભ આશયથી આ કેમ્પની સાથે ગુરુશિબિરનું આયોજન કરી રક્તદાન, તેની મહત્તા અને જરૂરિયાત મંદ દર્દીઓ માટે તેની ઉપયોગીતા અને રક્તદાન અંગે લોકજાગૃતિ વગેરે વિષયક આરોગ્ય શિક્ષણ આપવા માં આવ્યું હતું.

આ કાર્યક્રમના આયોજનમાં તાલુકા આરોગ્ય કચેરી લાઠીના કર્મચારીઓએ અગત્યનું યોગદાન આપ્યું હતું. તેમજ આવતી ૧૫ ફેબ્રઆરીના રોજ દામનગર ખાતે પણ આ પ્રકારે રક્તદાન કેમ્પનું આયોજન થનાર હોઈ તેમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપીલ ડો. મકવાણા દ્વારા કરેલ છે.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Right Click Disabled!