લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા બ્રાહ્મણ પરિવારોને અન્નદાનનો બ્રાહ્મણાભિવાદનમ્ કાર્યક્રમ

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા બ્રાહ્મણ પરિવારોને અન્નદાનનો બ્રાહ્મણાભિવાદનમ્ કાર્યક્રમ
Spread the love

આર્થિક મંદી ના આ સમયમાં કર્મકાંડ અથવા સામાન્ય રોજગારી થી ગુજરાન કરતા બ્રાહ્મણ પરિવારો ને મદદ રૂપ થવા બ્રાહ્મણાભિવાદનમ્ યોજવા માં આવ્યો. અરવિન્દ કેન્દ્ર ખાતે યોજાયેલ આ અભિવાદન ના કાર્યક્રમ ના સ્તોત્ર પઠન અને ધૂન દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી…ત્યાર બાદ વિધિસર રીતે યજમાન તેમજ પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી ઇલાબેન જોષી અને પ્રમુખ મમતાબેન રાવલ ને બ્રાહ્મણ મહારાજ દ્વારા સંકલ્પ મુકવામાં આવ્યો હતો.

શ્રાદ્ધ પક્ષ અન્વયે યોજાયેલ આ કાર્યક્રમ માં સીધું સ્વરૂપે અનાજ સાથે ઘી, તેલ, ચા, ખાંડ, શાક, ગોળ તમામ વસ્તુઓનો સમાવેશ કરાયો હતો….સહુ ને અલ્પાહાર સાથે રોકડ દક્ષિણા થી પણ નવાજવામાં આવ્યા હતા…હાજર તમામ અતિથિઓ એ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી…અને આભાર માન્યો હતો.
કાર્યક્રમ માં સેક્રેટરી દક્ષા જાદવ, ખજાનચી આરતી ભટ્ટ ઉપરાંત જાગૃતિ વ્યાસ, મનીષા પટેલ, મનીષા ત્રિપાઠી, ભૂમિ જોગાણી, કુંજલ દાસ, કુસુમ જોષી ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૮૦ જેટલા બ્રાહ્મણ પરિવારો ને આ કાર્યક્રમમાં આવરી લેવાયા હતા.

Right Click Disabled!