લાલપરડામાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

લાલપરડામાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા
Spread the love

ખંભાળિયાના લાલપરડા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે કુલ રૂ.૨૫,૪૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. ખંભાળિયા ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, ખંભાળિયાના લાલપરડા ગામમાં હરીજનવાસમાં ચામુંડા માતાજીના મંદિર પાસે જાહેરમાં પાંચ શખ્સો જુગાર રમી રહ્યાં છે. જુગાર રમતા દેવા નથુભાઈ જોડ, પ્રવિણ નથુભાઈ જોડ, પરેશ ગાંગાભાઈ જોડ, નારણ નથુભાઇ જોડ અને બાબુ રાજાભાઇ જોડ નામના પાંચ શખ્સોને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. રોકડ રૂ. ૧૪,૬૫૦ અને ત્રણ મોબાઇલ સહિત રૂ.૨૫,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

download.jpeg

Right Click Disabled!