લાલપુરના ચાર થાંભલા વિસ્તારના મકાનમાંથી જુગારધામ પકડાયું

- સ્થાનિક ગુના શોધક શાખાનો કાફલો ત્રાટકતા મચી અફડાતફડી
લાલપુરમાં ચાર થાંભલા વિસ્તારમાં એક મકાનમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સને પકડી પાડી રૂ.૧.૦૪ લાખની રોકડ અને એક બાઇક સહિત ૧.૫૪ લાખની મતા કબ્જે કરી હતી. જ્યારે દરોડા દરમિયાન બે શખ્સ નાસી છુટયા હોવાનું ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)
