લુણાવાડા જમાલી મસ્જિદના આમિલ સાહેબે કોરોના મહામારીથી જલદી દુર થવા ખુદાને દુઆ કરી

લુણાવાડા જમાલી મસ્જિદના આમિલ સાહેબે કોરોના મહામારીથી જલદી દુર થવા ખુદાને દુઆ કરી
Spread the love

લુણાવાડા,
લુણાવાડા જમાલી મસ્જિદના આમિલ સાહેબ હુજેફાભાઈ નોમાનીએ કોરોના વાઇરસ સામે સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરી જનજાગૃતિ સંદેશ આપતા કહ્યુ કે, અમારા ધર્મગુરૂ સૈયદનાએ પણ ખાસ માર્ગદર્શન આપ્યુ છે અને સરકારના પ્રયાસોમાં સહભાગી થઇ તેમની સુચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. આપણે સૌ સાથે મળી આ મહામારીનો મુકાબલો કરવા જેમ કે હાથ સાબુથી સારી રીતે ધોવા અને ત્યારબાદ જ શરીરના અંગો આંખ ,મોં અને નાકને સ્પર્શ કરવો, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી ઢાંકવું, એકબીજાથી અંતર રાખવું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ચેપી વ્યક્તિથી દૂર રહેવું, ભીડવાળી જગ્યાએ જવું ટાળવું, રોગથી ભય ન પામતા સૌએ સાથે મળી આ વાઇરસથી મુક્તિ મેળવીએ અમે ખુદાને દુઆ કરીએ છીએ કે આ મહામારીથી જલદીથી દુર થઇએ.

Right Click Disabled!