લૂંટના ઇરાદે હત્યા કરી હતી…? પોલીસે સત્તાવાર જાહેરાત કરી નથી

લૂંટના ઇરાદે હત્યા કરી હતી…? પોલીસે સત્તાવાર જાહેરાત કરી નથી
Spread the love

સુરત થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોતની ઘટનામાં અઠવાડિયાની જહેમત બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. શરૂઆતથી જ શંકાના દાયરામાં આવ્યા બાદ ગોળગોળ ફેરવનાર હમવતની આયદાને તેના રૂમમાં ચોખાના ડબ્બામાં છુપાવેલી સોનાની ચેઇન બતાવતા વેંત ભાંગી પડી હતી અને તેણે હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અંગે હજી પોલીસે સત્તાવાર જાહેરાત કરી નથી. મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા ઉર્ફે મીમ્મી બુર્સોનના રહસ્યમય મોતનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

વનીદાનો મૃતદેહ સળગીને ભડથું થયેલી હાલતમાં મળી આવતા હત્યા કે અકસ્માત મોત તે અંગેનું રહસ્ય ઘેરાતા પોલીસે એફએસએલ, ફોરેન્સીક મેડિકલની ટીમ, ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરની મદદ લીધી હતી. પરંતું આ તમામ નિષ્ણાંતોએ અકસ્માત મોતની શકયતાને નકારી કાઢતા હત્યાની આશંકા પ્રબળ બનતા બે દિવસ અગાઉ હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ વનીદાના રહસ્યમય મોત પાછળ શરૂઆતથી જ શંકાના દાયરામાં આવનાર તેની હમવતની આયદા પોલીસ પુછપરછમાં ગોળગોળ વાતો કરી રહી હતી. પરંતુ પોલીસે પુન આયદાની રૂમમાં સર્ચ કર્યુ હતું.

જે અંતર્ગત રૂમમાં ચોખાના ડબ્બામાંથી વનીદાની સોનાની ચેઇન મળી આવી હતી. આ ચેઇન આયદાને બતાવતા શરૂઆતથી જ પોતાની સંડોવણીનો ઇન્કાર કરનાર આયદા ભાંગી પડી હતી અને તેણે લૂંટના ઇરાદે વનીદાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. જો કે આ અંગે હજી પોલીસે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સંભવત આ અંગેની જાહેરાત કરે તેવી શક્યતા છે હાલમાં પોલીસ દ્વારા વનીદાની હત્યામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં કઇ રીતે હત્યા કરી, રાત્રે 3.50 કલાકે વનીદાના રૂમમાંથી નીકળી પરત 4.40 કલાકે કેમ આવી હતી અને કેટલી રોકડ હતી તે અંગેની પુછપરછ હાથ ધરી છે.

વનીદાના ત્રણ પૈકી એક મોબાઇલ રીક્ષાવાળાને ગીફ્ટ આપ્યો હતો વનીદાના રહસ્ય મોતની સાથે તેની સોનાની ચેઇન, રોક્ડ અને ત્રણ મોબાઇલ ફોન પણ ગાયબ હતા. જે પૈકી રોક્ડ કેટલી હતી તે અંગે હજી સ્પષ્ટતા થઇ નથી. પરંતુ સોનાની ચેઇન આયદાના રૂમમાં ચોખાના ડબ્બામાંથી મળી આવી છે. જયારે ત્રણ આઇ ફોન પૈકી એક મોબાઇલ રીક્ષાવાળાને ગીફ્ટ આપી દીધો હતો. જયારે બે મોબાઇલ બ્લેનકેટમાં વીંટાળીને પેક કરી રીક્ષાવાળાને આપ્યા હતા અને તે જયારે કહે ત્યારે જ વોશીંગમાં આપવા કહ્યું હતું આ ત્રણેય મોબાઇલ પણ પોલીસે કબ્જે લીધા છે. આયદાએ પોલીસને ચકરાવે ચઢાવી હતી વનીદાના રહસ્યમય મોતમા શરૂઆતથી શંકાના દાયરામાં આવનાર આયદાએ પોલીસને ચકરાવે ચઢાવી હતી.

content_image_394364ac-3489-47ae-89fc-1d7784fc9582.jpg

Right Click Disabled!