લેભાગુઓનો તોટો નથી 2100 રૂપિયામાં ઑનલાઇન નવરાત્રી પૂજા કરવો

ઇન્સ્ટાગ્રામ પર શક્તિપીઠ ડિજિટલ નામના પેજ પર ઑનલાઇન કોરોના વાઇરસ રાહત પૂજા ઑફર થઈ રહી છે. મહામારીથી બચવાની રાહત પૂજા ઑફર થઈ રહી છે વેબસાઇટ પર તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શક્તિપીઠ ડિજિટલ નામના પેજ પર ઑનલાઇન કોરોના વાઇરસ રાહત પૂજા ઑફર થઈ રહી છે. વિશ્વના દરેક ખૂણે કોરોના વાઇરસનો ઇલાજ શોધવા મહાપ્રયત્ન થઈ રહ્યા છે. લૉકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સૅનિટાઇઝેશન અને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવામાં સુરક્ષા છે એવું કહેવાઈ રહ્યું છે ત્યારે આ મહામારીમાંથી પૈસા બનાવનારા લેભાગુઓનો તોટો નથી.
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શક્તિપીઠ ડિજિટલ નામના પેજ પર ઑનલાઇન કોરોના વાઇરસ રાહત પૂજા ઑફર થઈ રહી છે. વેબસાઇટ પર ઑનલાઇન દુર્ગાપૂજા કરાવનારાને તેમ જ તેના સંપૂર્ણ પરિવારને મા દુર્ગાનું રક્ષણ મળશે એવો દાવો કરવામાં આવ્યો છે. માટે ૨૧૦૦ રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવાનો છે એવી પણ ડિમાન્ડ કરવામાં આવી છે. દુર્ગાપૂજા દ્વારા કોરોનાથી રક્ષણ સ્વાસ્થ્ય સમૃદ્ધિ, આર્થિક સ્થિરતા, લાંબું આયુષ્ય મળશે એવા દાવા પણ થયા છે.
