લૉકડાઉનમાંની ઍર ટિકિટનું રિફંડ મળશે…?

લૉકડાઉનમાંની ઍર ટિકિટનું રિફંડ મળશે…?
Spread the love
  • લૉકડાઉનમાં પ્રવાસ માટે બુક કરાયેલી ટિકિટ પર પૂરું વળતર આપવામાં આવશે
  • લૉકડાઉનમાંની ઍર ટિકિટનું રિફંડ મળશે ? કેન્દ્ર પાસે જવાબ માગ્યો કોર્ટે

લૉકડાઉન દરમ્યાન મુસાફરી માટે બુક કરાવેલ હવાઈ ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવા તૈયાર છે કે નહીં તે વિશે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે તાજેતરમાં ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન દ્વારા ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટનો સંદર્ભ ટાંક્યો હતો, જેમાં જણાવાયું હતું કે લૉકડાઉનમાં પ્રવાસ માટે બુક કરાયેલી ટિકિટ પર પૂરું વળતર આપવામાં આવશે. આર.એસ. રેડ્ડી અને એમ. ર. શાહની બનેલી બેન્ચને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ૧૫ માર્ચે પ્રવાસ કરવા માટે લૉકડાઉન પહેલાં ટિકિટ બુક કરનારા પ્રવાસીને પણ તેનું પૂરેપૂરું વળતર આપવામાં આવશે. જોકે આ માટે તે મુસાફરે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતી અલગ એફિડેવિટ ફાઇલ કરવી પડશે.

Alliance-AIr_l.jpg

Right Click Disabled!