લોકડાઉનમાં 24 કલાક સાથે રહેલા પતિ-પત્નિઓમાં ઝઘડા વધ્યા

લોકડાઉનમાં 24 કલાક સાથે રહેલા પતિ-પત્નિઓમાં ઝઘડા વધ્યા
Spread the love

લોકડાઉને કોરોનાના સંક્રમણમાં મોટો ઘટાડો કર્યો. જો કે દંપતીઓ વચ્ચેના મનમેળમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. પતિ-પત્ની વચ્ચે વાસણ ખખડવાની ઘટનાઓ વધી જતા હાલમાં અનલોક થતા જ મહિલા પોલીસ સ્ટેશનોમાં મહિલાઓ ઘરેલું હિંસાની ફરિયાદો નોંધાવી રહી છે.

લોકડાઉનમાં એકસાથે રહેતા દંપતીઓમાં ઝઘડા વધ્યા
કોરોનાને લઈને થયેલા લોકડાઉને કોરોનાથી ઘણાને બચાવી લીધા છે. પણ એ લોકોના ઘર તૂટતા બચાવવા હવે મુશ્કેલ બન્યા છે.સામાન્ય રીતે નોકરી- ધંધા અર્થે બહાર રહેલા દંપતીઓને લોક ડાઉનના દિવસોમાં ૨૪ કલાક સાથે રહેવાનું બન્યું અને આ સહવાસે એ લોકોના વચ્ચે મોટો ખટરાગ ઉભો કરી દીધો છે. જેને લઈને અનલોક થતા જ આ મહિલાઓ હવે પોતાના પતિ સામે ઘરેલું હિંસાની ફરિયાદો નોંધાવી રહી છે. તો સામે કાઉન્સેલિંગ સેન્ટરો પર પણ પહેલા જે ફરિયાદો આવતી એનાથી વધુ ફરિયાદો આવી રહી છે.

ઘરેલૂ હિંસાના પ્રમાણમાં વધારો થયો
એક રીતે જોવા જઈએ તો લોક ડાઉનના સમયગાળા દરમિયાન જ દંપતીઓને એકબીજાને ઓળખવાની તક મળી છે અને એના કારણે જ એ લોકો વચ્ચે ઝગડા વધી ગયા. ત્યારે લોકડાઉન પહેલા મહિલા પોલીસ સ્ટેશનોમાં કાઉન્સેલિંગનાં જે દસ બાર કેસ આવતા તે અનલોક થયા બાદ ૨૫ ઉપર પહોંચી ગયા છે. અને આ તો માત્ર કાઉન્સેલિંગનાં જ આંકડા છે. ઘરેલું હિંસાની ફરિયાદો તો આનાથી પણ વધી ગઈ છે. હાલમાં તો મહિલા પોલીસ સ્ટેશનોમાં બેઠેલા કાઉન્સેલરો અને પોલીસ પણ આ લોકોના તૂટતા ઘર બચાવવા માટે મોભી બનીને મદદ કરી રહ્યા છે અને એ લોકોને સમજાવીને તો ક્યારેક ધમકાવીને પણ લગ્નની જે ગાંઠ છુટવા જતી હતી તેને ફરી જોડી રહ્યા છે.

VHVBVVB-960x640.jpg

Right Click Disabled!