લોકડાઉન સમય દરમિયાન વેતન ચૂકવવા અંગે સુપ્રિમ કોર્ટની સૂચનાઓ

Spread the love

વલસાડ,
કોવિડ-૧૯ મહામારી સંદર્ભે જાહેર થયેલા લોકડાઉન સમય દરમિયાન વેચન ચૂકવવા બાબતે સુપ્રિમ કોર્ટમાં થયેલી વિવિધ રીટ પીટીશનોમાં તા.૧૨/૬/૨૦ના રોજ આપવામાં આવેલા વચગાળાના હુકમ મુજબ ખાનગી સંસ્થામઓ, કારખાનાઓ, ઉદ્યોગો, માલિકો, શ્રમયોગીઓ, કર્મચારીઓ અને તેમના યુનિયન/ એસોસીએશનને નીચે મુજબ કાર્યવાહી કરવા શ્રમ આયુક્ત ની કચેરી, વલસાડ દ્વારા જણાવાયું છે.  ૫૦ દિવસ અથવા લોકડાઉનના કારણે જેટલા સમય માટે ઉદ્યોગો, સંસ્થાતઓ, કારખાનાઓ બંધ રહ્યા હોય તેટલા સમયના પગારની ચૂકવણી અંગે વાટાઘાટો કરવા ઇચ્છ તી સંસ્થાયઓ, કારખાનાઓ કે તેમના માલિકોએ તેમના શ્રમયોગીઓ/ કર્મચારીઓ કે તેમના યુનિયન/ એસોસીએશન સાથે વાટાઘાટો કરવી. જો આવી વાટાઘાટો કરવા માટે તેઓ અસમર્થ હોય તો જરૂર જણાયે શ્રમ કાયદા હેઠળના સંબંધિત અધિકારીને સમાધાન માટે વિનંતી કરી શકે છે.

ઉદ્યોગો કે સંસ્થાાઓ દ્વારા આવી વિનંતીથી થયેલી સંબંધિત અધિકારીએ તારીખ નક્કી કરીને શ્રમયોગી/ કર્મચારીઓ અથવા તેમના યુનિયન/ એસોસીએશન અને માલિક, સંસ્થાા, કારખાનાના જવાબદાર વ્યરક્તિરઓએ વાટાઘાટો/ સમાધાન માટે બોલાવવા શ્રમ ખાતાના અધિકારી સમક્ષ થયેલા સમાધાન તમા પક્ષકારોને બંધનકર્તા રહેશે અને તેઓએ શરતોનું પાલન કરવાનું રહેશે.

લોકડાઉનના સમય દરમિયાન જે સંસ્થાકઓ કારખાનાઓ કે ઉદ્યોગોને તેમની પૂરેપૂરી ક્ષમતા સાથે કામ ન કર્યું હોય તો તેઓ પણ ઉપર મુજબ કાર્યવાહી કરી શકે છે.  જે સંસ્થારઓ કે કારખાનાઓ ઉપર મુજબ વાટાઘાટો કે સમાધાનના પગલાં લેવા ઇચ્છમતી હોય તેમણે આવી વાટાઘાટો કે સમાધાનની પ્રક્રિયામાં તેમના શ્રમયોગીઓ/ કર્મચારીઓ ભાગ લઇ શકે અને તેમનો પ્રતિસાદ આપી શકે તે માટે આવા પગલાંઓની તેમને જાણ કરવાની રહેશે.  શ્રમયોગીઓ/ કર્મચારીઓ તેમના લોકડાઉનના સમય દરમિયાન વણચૂકવાયેલા પગારના હક્કને અબાધિત રાખીને જો તેમની સંસ્થા// કારખાનામાં કામ કરવા ઇચ્છે તો તેઓને કામ કરવાની પરવાનગી સંસ્થાત/ કારખાના માલિકે આપવાની રહેશે.

Right Click Disabled!