લોકતંત્રની રક્ષા કરનાર સૈનિકોને વંદન : વડાપ્રધાન

લોકતંત્રની રક્ષા કરનાર સૈનિકોને વંદન : વડાપ્રધાન
Spread the love

25 જૂન 1975ના રોજ જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સીને 45 વર્ષ પુરા થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમર્જન્સીને યાદ કરતા કહ્યું કે દેશમાં આજથી 45 વર્ષ પહેલાં દેશના માથે ઇમર્જન્સી થોપવામાં આવી. આ સમયે ભારતના લોકતંત્રની રક્ષા કરવા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો માનસીક ત્રાસ સહન કર્યો તે તમામને મારા શત શત વંદન. તેમના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે. પીએમ મોદીએ મન કી બાત નો વિડીયો શેર કર્યોદેશમાં ઈમર્જન્સી લાગુ થઇ ત્યારે રાજકીય નેતાઓ સુધી જ સિમિત ન રહેતા આમ જનતાના મનમાં આક્રોશ હતો. સામાન્ય લોકો પાસેથી જ્યારે તેમના અધિકાર છીનવી લેવામાં આવ્યાં ત્યારે સામન્ય જીવનમાં તેનું અસ્થિત્વ શું છે ખબર પડી. ઈમર્જન્સીમાં દેશની જનતાને અહેસાસ થયો કે તેમની પાસેથી કંઇક છીનવી લેવામાં આવ્યું છે. ભારતીય ગર્વ થઈ કહી શકે છે કાયદો-નિયમથ ઉપર લોકતંત્ર આપણા સંસ્કારમાં છે. લોકતંત્ર આપણી સંસ્કૃતિ છે, વારસો છે. આ વારસાને લઇને આપણે મોટા થયા છે.

કેન્દ્રીય મંત્રી રવિવશંકર પ્રસાદે કહ્યું, 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ સરકાર દ્વારા ઈમર્જન્સી લાદવામાં આવી હતી. લોક નાયક જય પ્રકાશ નારાયણ, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, ચંદ્રશેખર અને ભારતના લાખો લોકો સહિત પ્રમુખ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. રવિવશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, ભારતની જનતાએ 1977ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં મોટાપાયે મતદાન કર્યું, ત્યાં સુધી કે ઈન્દિરા ગાંધી પણ હારી ગયા અને આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર ગેર કોંગ્રેસી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી. હું ભાગ્યશાળી હતો કે બિહારથી જેપી આંદોલનના એક કાર્યકર્તા તરીકે મે ઇમર્જન્સી સામે લડાઈ લડી છે. કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેતા કહ્યું કે, આજના દિવસે કોંગ્રેસ પાર્ટીના અલોકતાંત્રિક વ્યવહારની સામે ભારતના લોકોના વીર બલિદાનોને યાદ કરવાનો દિવસ છે. વિરાસત આજે પણ ચાલું છે. નવી પેઢીએ બોધપાઠ લેવાની જરૂર છે.

modi-on-emergency-960x640.jpg

Right Click Disabled!