લોન પર લીધેલા મકાનના હપ્તા ભરી ન શકતા આપઘાત

લોન પર લીધેલા મકાનના હપ્તા ભરી ન શકતા આપઘાત
Spread the love

રાજકોટ : શહેરમાં અલગ અલગ સ્થળોએ પાંચ લોકોએ આપઘાત કર્યાના બનાવ બન્યા છે. કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા શક્તિનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતા કેતન ડાભી નામના યુવાને તેના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. કેતને લોન લઇ મકાન ખરીદ્યું હતું. જેના હપ્તા તે અગાઉ સમય સર ભરતો હતો, પરંતુ લોકડાઉનને કારણે કામધંધો બંધ થઇ જતા લોનના હપ્તા ચડી ગયાની ચિંતા કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.એકલવાઇ જિંદગીથી કંટાળીને પગલું ભર્યાનું તપાસમાં ખુલ્યું બામણબોર ગામે રહેતા નનાભાઇ અરજણભાઇ ધલવાણિયા નામના યુવાને આર્થિક સંકડામણથી કંટાળી ગામના સ્મશાનમાં આવેલા ઝાડ પર ગળાફાંસો ખાધો છે.

કોઠારિયા રોડ, પંચમુખી હોટેલ પાસે રિસામણે આવેલી પ્રિયાબા હિતેન્દ્રસિંહ જાડેજા નામની પરિણીતાએ પતિ સાથે મનમેળ ન થતાં ફાંસો ખાધો છે. જ્યારે નવાગામના ઢોરે રહેતા અને કેબલ કનેક્શનનું કામ કરતા ભૂપતભાઇ ઉકાભાઇ નામના આધેડે તેમના ઘરે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. વાવડી ગામે હર્ષાબેન ઠક્કર નામના વૃદ્ધાએ અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકાવી લીધી છે. વૃદ્ધાના પતિના અવસાન બાદ તેઓએ એકલવાઇ જિંદગીથી કંટાળીને પગલું ભર્યાનું તપાસમાં ખુલ્યું છે.

fasi.jpg

Right Click Disabled!