લોહાણા જ્ઞાતિ રત્ન હરીભાઇના નિધનથી રઘુવંશી સમાજમાં વજ્રઘાત

- જામનગર લોહાણા સમાજ આંસુના દરિયાથી છલકાયો
જામનગર શહેરમાં બેકાબુ કોરોનાએ રઘુવંશી સમાજના પ્રતિષ્ઠિત પરિવારના હરેશભાઇ ચોટાઇના નિધનથી સમાજમાં આંસુનો દરિયો છલકાયો છે. રઘુવંશી સમાજના જ્ઞાતિ રત્નના કોરોનાના લીધે નિધનથી ભારે આક્રંદ છવાય છે. જામનગરના લોહાણા મહાજન સમાજના કોરોનાના લીધે ચોટાઇ પરિવારના ૧૧ સભ્યોને જી જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે પૈકીના વિનુભાઈ અને મહન્દ ભાઈનું મૃત્યુ પણ થયું હતું. જે મૃત્યુના પરિવારજનો પરથી ઘા રૂઝાઈ તે પહેલા જ હરેશભાઈ કોરોના લીધે મૃત્યુ નિપજતા સમગ્ર સમાજમાં શોક વ્યાપી ગયો છે.
લોહાણા સમાજમાં હરિ કાકાના નામથી પ્રિય બનેલા હરેશભાઇની ચિરવિદાયથી માત્ર લોહાણા સમાજમાં જ નહી જામનગરના સમગ્ર સમાજમાં શોક ફેલાયો છે. જામનગર લોહાણા મહાજનના માનદ મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા હરેશભાઇ ચોટાઇ અકાળ નિધનથી રઘુવંશી સમાજના રત્ન રોળાઈ ગયા હોવાનું કેલી આપતા લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે જણાવ્યું હતું.
– રોહિત મેરાણી (જામનગર)
