વંથલી પોલીસનો સપાટો : માસ્ક વગરના 40 લોકોને પાવતી પકડાવી રૂ. 8000 હજારનો દંડ વસુલ્યો

વંથલી પોલીસનો સપાટો : માસ્ક વગરના 40 લોકોને પાવતી પકડાવી રૂ. 8000 હજારનો દંડ વસુલ્યો
Spread the love

કોરોના મહામારી માં લોકોને અનલોકમાં એક માં છૂટછાટ આપ્યા બાદ કોરોના કેસમાં વધારો થયો છે લોકોને નિયમોનું પાલન કરાવવા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંધ ની સુચનાથી માસ્ક વગર જાહેરમાં ફરતા લોકોની સામે કાર્યવાહી કરવા જણાવતાં વંથલીના નવનિયુકત પીએસઆઈ બી.કે.ચાવડા અને પોલીસ સ્ટાફે વંથલી શહેર અને શાપુર ગામ માં સધન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં માસ્ક વગર ફરતા 40 લોકોને 200 રૂપિયા લેખે દંડ ફટકારતા જોવા મળ્યા હતા કુલ 8000 હજાર રૂપિયા નો દંડ ફટકારવામાં આવતા લોકોને માસ્ક પ્રત્યે જાગૃત થવા લાગ્યા હતા કોરોનાને રોકવા લોક જાગૃતિ જરૂરી છે તે માટે હવે પોલીસે દંડ નું હથિયાર હાથમાં લઇ લોકોને નિયમોનું પાલન કરાવવાનું ચાલું કર્યું છે.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200626-WA0024.jpg

Right Click Disabled!