વઘઇ તાલુકાના કોસમાળ ગામે આવેલ ભીગુ ધોધ પરનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું

સહ્યાદ્રિની પર્વતમાળાથી ગૂંથાયેલો અને વનરાજીથી છલકાતા રમણીય સ્થળ એવા ડાંગ જિલ્લામાં કુદરતે છુટે હાથે સૌંદય પાથર્યું છે ત્યારે ડાંગ જિલ્લાના વઘઇ નજીકના કોસમાળ ગામના ભીગુ ધોધ પર નું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ચોમાસાની ઋતુ બરાબર જામી હોય ત્યારે આ સ્થળની મુલાકાત લેવી એક લ્હાવો છે.ભીગુ ધોધની વાત કરવામાં આવે તો જંગલમાં ખૂબ જ હરિયાળીની વચ્ચે આવેલો આ ધોધ છે.
એમાં પણ જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન ચોતરફ હરિયાળી જ હરિયાળી હોય ત્યારે અહીં એવું નયનરમ્ય દ્રશ્ય ઉભું થાય છે કે જાણે સ્વર્ગ સાક્ષાત પૃથ્વી પર ઉતરી આવ્યું હોય. ભીગુ ધોધની મુલાકાત લેવાનો ઉત્તમ સમયગાળો ચોમાસાનો છે આ સમય દરમિયાન ચોમાસુ પુરબહારમાં હોવાથી જંગલની હરીયાળીની સાથે ધોધની સુંદરતાને પણ સારી રીતે માણી શકાય છે.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)
