વઘઇ નગરમાં નોંધાયા “કોરોના” ના વધુ ત્રણ કેસ : લોકોમા ભયનો માહોલ

પ્રાપ્ત વિગતો અનુસાર વઘઇ ખાતે મંદિર ફળિયામાં એક જ પરિવારના વધુ ત્રણ સભ્યો સંક્રમિત થયા છે. અહીં ૧૯ વર્ષિય યુવક સાથે અનુક્રમે ૪૦ અને ૪૫ વર્ષિય મહિલાનો “કોરોના” ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે. ડાંગમાં વધતા “કોરોના” ના કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનેટાઈઝરના નિયમિત ઉપયોગ, અને સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)
