વડતાલ મંદિરમાં જળઝીલણી મહોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી

નડિયાદ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આજે જલઝીલણી મહોત્સવની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ હતી.વડતાલ તાબાના વડતાલ મંદિર દ્વારા જ જલઝીલણી મહોત્સવની ઉજવણી કરાઇ હતી. સંતો-મહંતો અને પાર્ષદો દ્વારા ઠાકોરજીની આરતી ઉતારી ગોમતી કાંઠે ભગવાનને સ્નાન કરાવ્યુ હતુ. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વેચ્ચ તીર્થધામ વડતાલ ખાતે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે જલઝીલણી મહોત્સની ઉજવણી સદાઇથી કરવામાં આવી હતી.વડતાલ મંદિરના પૂજારી દ્વારા વિધ્નહર્તા ગણપતિદેવની આરતી ઉતાર્યા બાદ મંદિરમાંથી સંતો તથા પાર્ષદોની ઉપસ્થિતીમાં ઠાકોરજી તથા ગણપતિની યાત્રા ગોમતીજીએ લઇ જવામાં આવ્યા હતા. જ્યા ગોમતી કાંઠે ગણપતિ તથા ઠાકોરજીની આરતી ઉતારી ભગવાનને સ્નાન કરાવી જલઝીલાવવા યાંત્રીક હોડી દ્વારા પાંચ પ્રદક્ષીણા કરવામાં આવી હતી.આ સાથે પાંચ આરતી ઉતારવામાં આવી હતી.
આ અંગે ડૉ.સંતસ્વામીએ જણાવ્યુ હતુ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલઝીલણી એકાદશીનુ ખુબ મોટુ મહત્વ છે.સંપ્રદાયના નાના-મોટા તમામ મંદિરોમાં આ જલઝીલણી ઉત્સવ ખુબ ધામધૂમથી ઉજવાઇ છે. પરંતુ વર્તમાન મહામારી કોરોનાને કારણે જનહિત ખાતર આ ઉત્સવ માત્ર વડતાલ મંદિર પુરતો જ સીમિત રાખવામાં આવ્યો હતો. સવારે ૧૦ઃ૦૦ કલાકે ગણપતિની આરતી ઉતારવામાં આવી હતી. વડતાલ મંદિરમાં સ્થાપિત ગણપતિદાદાનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે મંદિરના પૂજારી ચૈતન્યાનંદજી,મુની વલ્લભસ્વામી, બ્રહ્મસ્વરૂપસ્વામી, નિત્યસ્વામી સહિત પાર્ષદો જોડાયા હતા. કાર્યક્રમના અંતે સંતો અને પાર્ષદોએ ગોમતીજીમાં સ્નાન કરી ચીભડાનો પ્રસાદ ગ્રહણકરી ધન્યતા અનુભવી હતી.
